Monday, May 25, 2026
HomeGujaratઆદર્શ ગુરુની બદલીના વિરોધમાં વિધાર્થીઓનો શિક્ષણ અને અન્નનો ત્યાગ, પોતાના પ્રિય શિક્ષકોને...

આદર્શ ગુરુની બદલીના વિરોધમાં વિધાર્થીઓનો શિક્ષણ અને અન્નનો ત્યાગ, પોતાના પ્રિય શિક્ષકોને પરત લેવા વિધાર્થીઓની માગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: સમાજનું ઘડતર આદર્શ શિક્ષકને આભારી છે. બાળસહજ રીતે જ્યારે બાળકો શાળામાં અભ્યાસ કરવા જતાં હોય ત્યારે શાળાના વાતાવરણની તેમના શારીરિક માનસિક વિકાસ પર ખૂબ જ મોટી અસર થતી હોય છે. બાળકોને શાળામાં આવવું ગમશે કે નહીં તેનો આધાર શિક્ષકોની ભણાવવાની રીત પર તથા શાળાના શૈક્ષણિક વાતાવરણ પર રહેલો છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે, શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. પણ કેટલાક એવા શિક્ષકો પણ છે, જે સમાજને આદર્શ નાગરિક આપવા ભારે જહેમત ઉઠાવે છે. ત્યારે છોટા ઉદેપુરની (Chhota Udaipur) શાળામાં બે શિક્ષકોની બદલી કરવામાં આવતા વિધાર્થીઓએ શિક્ષણ અને અન્નનો ત્યાગ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, છોટા ઉદેપુર જીલ્લામાં નસવાડી તાલુકામાં લીન્ડા ગામે મોડેલ સ્કૂલ આવેલી છે. સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આ મોડેલ સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે. આ મોડેલ સ્કૂલમાં રહેવા તથા જમવાની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. લિન્ડા ખારે આવેલી મોડેલ સ્કૂલમાં ધોરણ-10,11 અને 12માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો ભણાવતા શિક્ષકો વનારાજસિંહ ચાવડા અને પ્રિતેશ જોશીની પ્રયોજન વહીવટ દ્વારા અચાનક જ બદલી કરી દેવામાં આવી છે. વનરાજસિંહ અને પ્રિતેશ જોશીની અચાનક બદલી કરવામાં આવતા શાળાના વિધાર્થીઓ રોષે ભરાયા છે. કારણ કે, આ બંને શિક્ષકો વિધાર્થીઓને ખૂબ સરસ શિક્ષણ આપે છે. એમની ભણાવવાની રીત પણ વિધાર્થીઓને ખૂબ જ અનૂકૂળ આવે છે. જેના કારણે આ બંને શિક્ષકો શાળાના વિધાર્થીઓને ખૂબ જ પ્રિય થઈ ગયા છે. પરીક્ષા સમયે પણ બંને શિક્ષકો વિધાર્થીઓનું માર્ગદર્શન કરે છે. મોડેલ સ્કૂલમાં 50૦થી વધારે વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એવામાં અચાનક જ પ્રયોજન વહીવટ દ્વારા બંને શિક્ષકોની બદલી કરી દેવામાં આવતા વિધાર્થીઓએ શિક્ષણ અને અન્નનો ત્યાગ કરી પોતાના પ્રિય શિક્ષકોને પરત શાળામાં મૂકવાની માગ કરી છે.

- Advertisement -

‘જુના શિક્ષક પરત આપો’ના શાળાના કેમ્પસમાં સૂત્રોચાર બોલાવ્યા હતા. જ્યારે વાલીઓ પણ શાળાના આચાર્યને મળી જુના શિક્ષકની માગણી કરી હતી. આ શાળાના વિધાર્થીઓનો એ પણ આરોપ છે કે, તેઓ જ્યારે આ બાબતે આચાર્યને મળવા ગયા ત્યારે તેમણે ધમકાવવામાં આવ્યા હતા. તેમજ એકસાથે વિધાર્થીઓની રજૂઆત સાંભળવાને બદલે પાંચ પાંચ વિધાર્થીઓને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ઓફિસની બહાર નીકળતી વખતે પણ વિધાર્થીઓની આંખમાં આંસુ હતા. જો કે સમગ્ર મામલાની ગંભીરતા જોતાં પોલીસ પણ મોડેલ સ્કૂલમાં દોડી આવી હતી. છતાં પણ એ બાબતનો હાશકારો લઈ શકાય કે, આજે પણ એવા શિક્ષકો છે, જે સમાજની અને વિધાર્થીઓની ચિંતા કરે છે. વિધાર્થીઓને શાળામાં આવવું ગમે તે પણ શાળા અને શિક્ષકો માટે ગર્વ લઈ શકાય તેવી બાબત છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular