Saturday, May 2, 2026
HomeGujaratAhmedabadહવે પુસ્તકોમાં પણ પહોંચ્યું ડ્રગ્સ ? સાઈબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગનું નો-ડ્રગ્સ...

હવે પુસ્તકોમાં પણ પહોંચ્યું ડ્રગ્સ ? સાઈબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગનું નો-ડ્રગ્સ સપ્લાય કેમ્પેઈન, 48 લાખનું ડ્રગ્સ ઝડપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરનારા પેડલરો બિલાડીની ટોપની જેમ વધી રહ્યા છે. ગુજરાત પોલીસ અને ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે, પણ ડ્રગ્સ માફિયાઓ મોડેઓપરેડેન્ડી દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં (Drug Trafficking) આવી રહ્યું છે. યુવાધન પણ નશાને રવાડે ચઢી ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ક્રાઈમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ દ્વારા પુસ્તકોમાં સંતાડી પહોંચાડવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિદેશમાં બેઠેલા આંતર રાષ્ટ્રીય ડ્રગમાફિયાઓ દેશના અલગ અલગ ખૂણાઓમાં મોડેસઓપરેડેન્ડી દ્વારા ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. ડ્રગ્સ પેડલરો દ્વારા પુસ્તકોના પાના કૉકેઇનમાં પલાડી નશાકારક બનાવી પુસ્તકો ઈન્ટરનેશનલ કુરિયર મારફતે મગાવવામાં આવતા હતા, આ કોકેન યુક્ત પાનાઓને કાપીને ઉપયોગમાં લેવાતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડવામાં આવેલા પુસ્તકો આંતર રાષ્ટ્રીય કંપનીના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ડ્રગ માફિયાઓ દ્વારા ડાર્ક વેબનો પણ ઉપયોગ કરી ઈન્ટરનેશનલ કુરિયરોથી ડ્રગ્સની ડિલિવરી થતી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઇન્ટરનેશનલ ગોડાઉનમાંથી સાયબર વિભાગ અને કસ્ટમ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પુસ્તકો જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા મોકલવામાં આવતા ડ્રગ્સની પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં થતું હોવાનું પણ સામે આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓની આ પ્રકારની મોડેસઓપરેડેન્ડી જોઈ પોલીસ પણ હતપ્રભ થઈ ગઈ હતી. સાયબર વિભાગ અને કસ્ટમ વિભાગ દ્વારા ડ્રગ્સ પહોંચાડતા પેડલોરો પર સતત વોચ રાખવામા આવી રહી છે. પોલીસે પકડાયેલા ડ્રગ્સ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એવા બાતમીદારોને પણ સતર્ક કર્યા છે જે સતત ડ્રગ્સ માફિયાઓની માહિતી પોલીસ સુધી પહોંચાડતા રહે છે.

- Advertisement -

આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડી પાડવામાં આવતાં આઈજીપી બોર્ડર રેન્જ IPS જે. આર. મોથાલિયાએ પણ પોલીસની પ્રસંશા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા હર હંમેશ ડ્રગ્સ માફિયાને પકડવા કટિબદ્ધ છે. પૂર્વ કચ્છ એસપી સાગર અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી છે.

ઉલ્લ્કેખનીય છે કે, કચ્છમાંથી બે દિવસ અગાઉ ડ્રગ્સનો વિપુલ બિનવારસી હાલતમાં ઝાડી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલો જેટલૂ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેની કિંમત આશરે 800 કરોડ જેટલી થાય છે. પકડાયેલ 80 કિલો ડ્રગસને એફેસેલમાં મોકલવામાં આવતાં આ ડ્રગ્સ કોકેઈન હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે જોવાનું એ પણ છે કે, પોલીસ આ ડ્રગ્સ માફિયાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular