Thursday, April 16, 2026
HomeGujaratRajkotરાજકોટના સર્વેશ્વર ચોકમાં થયેલી દુર્ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, તપાસ બાદ મોટી કાર્યવાહી થવાનો...

રાજકોટના સર્વેશ્વર ચોકમાં થયેલી દુર્ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, તપાસ બાદ મોટી કાર્યવાહી થવાનો વરતારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : ગુજરાતના શહેરોમાં અકસ્માતોની વણજાર સામે આવી રહી છે. હીટ એન્ડ રનની ઘટનાઓ, કાર એક્સિડેન્ટ, ભીષણ આગ જેવી ઘટનાઓ લોકોને મોતના મુખમાં ધકેલી દે છે, ત્યારે રવિવારે મોડી સાંજે રાજકોટમાં (Rajkot) સ્લેબ ધરાશાયી થવાની ઘટના (Slab collapse Incident) બની હતી. આ ઘટનામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તથા એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. પણ જે સ્લેબ ધરાશાયી થયો છે તે માટેનું એક ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં વોકળા ઉપરનો સ્લેબ ધરાશયી થઈ ગયો હતો. સ્લેબ ધરાશાયી થઈ જતાં ફૂડ બજારમાં નાસ્તો કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સર્વેશ્વર વિસ્તારમાં આવેલા ફૂડ બજારમાં અનેક લોકો ખાણીપીણી માટે આવતા હોય છે. જેના કારણે અનેક લોકોનો ધસારો આ વિસ્તારમાં રહેતો હોય છે. જે સમયે સ્લેબ ધરાશાયી થયો તે સમયે કેટલાક લોકો સ્લેબ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ ફાયર બ્રિગેડ પણ પહોંચી ગયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા સ્લેબ નીચે દટાયેલાં લોકો માટે બચાવ કામગીરી કરાઈ હતી તથા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ આ ઘટનાની દુખદ વાત એ પણ હતી કે, ઘટનામાં એક મહિલા ભાવનાબેન ઠક્કરે પોતાનો જીવ ગુમાવ્યો છે.

- Advertisement -

ઘટના બાદ પોલીસે ઘટના પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ કરતાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. વોકળા પર વજન વધી જવાના કારણે સ્લેબ ધરાશયી થયો છે. શનિવારે એક દુકાનદાર દ્વારા વોકળા પર ટાઈલ્સ તોડવાનું મશીન ફેરવવામાં આવ્યું હતું. ટાઈલ્સનનું મશીન ફેરવવામાં આવતા સ્લેબ નબળો પડી ગયો હતો. જેના કારણે વોકળા પરનો સ્લેબ ધરાશયી થઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે, ઘટનાને પગલે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપના કાર્યકરો સાથે ટેલિફોનિક પરામર્શ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular