Saturday, May 2, 2026
HomeGeneralગુજરાતઃ વાહનમાં ચોઈસ નંબરને લઈને મંત્રી પૂર્ણેશ મોદીની અગત્યની જાહેરાત, જુનો નંબર...

ગુજરાતઃ વાહનમાં ચોઈસ નંબરને લઈને મંત્રી પૂર્ણેશ મોદીની અગત્યની જાહેરાત, જુનો નંબર પોતાની પાસે રાખી શકાશે

- Advertisement -

નવજીવન. અમદાવાદ: ગુજરાતમાં વાહન ચાલકોમાં મનપસંદ રજીસ્ટ્રેશન નંબર લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ આજે આવા લોકો માટે અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે વાહન વેચ્યા પછી પણ તમે તમારો નંબર નવા વાહન માટે રાખી શકો છો. જેના માટે વાહનના મલિક પાસે નંબરનો ચાર્જ લેવામાં આવશે. વાહન સ્ક્રેપ થાય તો પણ જૂનો નંબર નવા વાહનમાં રાખી શકશે.

પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, “ગોલ્ડન નંબર, સિલ્વર નંબર અને અન્ય નંબર એમ ત્રણ કેટેગરીમાં નંબરનો ચાર્જ લેવામાં આવશે. આ નિર્ણય કરવા પાછળનું કારણ એ છે કે આપણા દેશમાં લોકો પોતાના ધાર્મિક, સામાજિક, વ્યક્તિગત અને ન્યુમરોલોજીના આધારે પોતાના વાહનનો નંબર લેતા હોય છે અને નવા વાહનમાં પણ જુના વાહનનો નંબર રાખવાનો આગ્રહ રાખતા હોય છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.”

- Advertisement -



તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” આ પ્રકારના નિયમો ભારતમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, અને ઉત્તરપ્રદેશમાં પહેલાથી જ લાગુ છે. હવે ગુજરાતમાં પણ આ નિયમ અનુસાર હવે વાહન માલિકો બે વખત પોતાનો નંબર રિટેઇન કરી શકશે. જ્યારે કોઈ વાહન વેચવામાં આવે ત્યારે મલિક નંબર રિટેઇન કરવાની અરજી કરી શકે છે. વેચવામાં આવેલા વાહન માલીકને અલગથી અન્ય નંબર આપવામાં આવશે. આ ઉપરાંત જો વાહન સ્ક્રેપ થતું હોય તો સ્ક્રેપ થતા વાહનનો નંબર નવા વાહન માટે મેળવવા માટે પણ અરજી કરી શકશે. આ પ્રક્રિયા 15 દિવસમાં કરવાની રહેશે.”

પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,” દરેક વાહનો માટે ચોઇસ નંબર માટે તેનો ચાર્જ નિયત કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર માટે ગોલ્ડન નંબર માટે 8000, સિલ્વર નંબર માટે 3500 અને અન્ય નંબર માટે 2000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે 40000, સિલ્વર નંબર માટે 15000 તેમજ અન્ય નંબર માટે 8000 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે.”

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular