નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: વાહન ચાલકો દ્વારા જ્યારે નવા વાહનો ખરીદવામાં આવે છે, ત્યારે વાહનમાં રજીસ્ટર્ડ નંબર પ્લેટ (Vehicle registration plate) લગાવવા એક નવી પ્રક્રિયામાથી પસાર થવું પડે છે. તે માટે અનેક ધક્કા પણ ખાવા પડતા હોય છે. ત્યારે વાહનચાલકોને વાહન ખરીદતાની સાથે જ નંબર પ્લેટ લગાવી આપવાનો નવો નિયમ માર્ગ પરિવહન કાર્યાલય દ્વારા લાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, માર્ગ પરિવહન કાર્યાલય દ્વારા નંબર પ્લેટ લગાવવા મુદ્દે નવો નિયમ લાવવામાં આવ્યો છે. વાહન ચાલકો જ્યારે વાહન ખરીદતા હતા ત્યારે વાહન ચાલકે પોતાના વાહન પર નંબર પ્લેટ લગાવવા RTO માં જવું પડતું હતું. તથા અઠવાડીયા દસ દિવસ સુધીનો સમય પણ વેડફાતો હતો. પરંતુ હવેથી નવા નિયમ પ્રમાણે વાહન ખરીદવાની સાથે જ ડીલર દ્વારા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે.
વાહનનું રાજીસ્ટેર્શન થયા બાદ તમામ પ્રકારના ટેક્સ ભર્યા બાદ સીધો જ નવી નંબર આપી દેવામાં આવશે. કોઈપણ નવું વાહન નંબર પ્લેટ વિના શો રૂમ બહાર લઈ જઈ શકાશે નહીં. શો રૂમના સંચાલકો નંબર પ્લેટ વિના વાહન આપી શકશે નહીં. જો કોઈ ડીલર દ્વારા નંબર પ્લેટ લગાવ્યા વિના કોઈ વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડીલર સામે RTO દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શો રૂમામાંથી બહાર લઈ જઈ શકાશે.
નવા નિયમ પ્રમાણે નંબર કાઢવાની અને લગાવવાની કામગીરી પણ ડીલર દ્વારા જ કરવામાં આવશે. આ સાથે જ વાહનોમાં TC સિસ્ટમ પણ દૂર કરવામાં આવી છે. અત્યાર સુધી વાહન ખરીદનાર ગ્રાહકોના દસ્તાવેજ RTO કચેરીએ મોકલવામાં આવતા હતા. ડીલર દ્વારા મોકલવામાં આવેલ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ HSRP નંબર પ્લેટ તૌયાર કરવાની યાદી મોકલવામાં આવતી હતી. જેમાં નંબર પ્લેટ તૈયાર થયા બાદ વાહન માલિકને જાણ કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા સાતથી દસ દિવસનો સમય લેતી હતી. જ્યારે હવે નવા નિયમ પ્રમાણે વાહન ખરીદતાની સાથે જ શોરૂમના ડીલર દ્વારા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. જેથી વાહન માલિકોને RTOના ધક્કા અને પરેશાનીમાંથી મુક્તિ મળી જશે.
Tag: RTO New Rules News Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








