Friday, May 1, 2026
HomeGeneralઉર્જા વિભાગની ભરતીમાં યુવરાજસિંહે કર્યા વધુ ખુલાસા, પરિવારવાદના કર્યા આરોપ

ઉર્જા વિભાગની ભરતીમાં યુવરાજસિંહે કર્યા વધુ ખુલાસા, પરિવારવાદના કર્યા આરોપ

- Advertisement -

નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં સરકાર દ્વારા લેવામાં આવતી સરકારી નોકરીની પરીક્ષાઓમાં અવાર-નવાર ગેરરીતિ કરવામાં આવતી હોય છે. જે બહાર લાવવાનું કામ ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું તેની જાણકારી અને ત્યાર બાદ ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિની જાણકારી યુવરાજસિંહ જ બહાર લાવ્યા હતા. ત્યાર બાદ આજે યુવરાજસિંહે અખબાર ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉર્જા વિભાગની ભરતીમાં થયેલી ગેરરીતિના વધુ તથ્યો ઉજાગર કર્યા હતા.

થોડા દિવસ અગાઉ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે ઉર્જા વિભાગની ભરીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આ ભરતીમાં પરિવારવાદ અને ઓળખાણવાદના આરોપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક જ પરિવારના કેટલાક લોકોને આ ભરતીમાં નોકરી આપવામાં આવી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આ ભરતીઓમાં કેટલાક વચેટીયાઓના નામ જાહેર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યા હતા કે હેડક્લાર્ક પેપર લીક કાંડમાં સંડોવાયેલો આરોપી પીનાકીન આ કૌભાંડમાં પણ સંડોવાયેલો છે.

- Advertisement -



આજની પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે દિલીપ પટેલ અને અરવિંદ પટેલના નામ જાહેર કર્યા હતા. જેમાંથી દિલીપ પટેલ નામના વ્યક્તિએ પોતાના પરિવારમાંથી 45 જેટલા સભ્યોને ઉર્જા વિભાગની ભરતીમાં નોકરી લગાવ્યા હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો હતો. આ ઉપરાંત નોકરી લગાડવા માટે આરોપીઓએ લોકો પાસેથી 15થી 20 લાખ રૂપિયા લીધા હતા તેવી જાણકારી આપી હતી.

યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે અમે આ અંગે આવતીકાલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળવાના છે. આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવે અને જે લોકો ગેરરીતિ કરીને અત્યારે ઉર્જા વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તેમના પર પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ કરવાના છે. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવે તે માગ અમારી હજુ પણ મક્કમ છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular