Saturday, May 23, 2026
HomeGujaratસાળંગપુર મંદિરમાં ભીંતચિત્રો પર કાળી શાહી લગાવી તોડફોડ કરનાર 3 આરોપીનો જામીન...

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રો પર કાળી શાહી લગાવી તોડફોડ કરનાર 3 આરોપીનો જામીન પર છૂટકારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બોટાદ: Botad News : સાળંગપુર હનુમાન મંદિરમાં (Salangpur Hanumanji Temple) 54 ફૂટ ઊંચી લગાવવામાં આવેલી હનુમાનની મૂર્તિની નીચે ભીંતચિત્રોના કારણે ગુજરાતમાં સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવાની સાથે રોષ પણ ભભૂકી રહ્યો છે. હનુમાનની મૂર્તિની નીચે જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે, તેમાં હનુમાનને દાસની મુદ્રામાં દર્શાવવામાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અને સનાતન ધર્મમાં માનતા લોકો વચ્ચે ઘર્ષણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિવાદો (Controversy) શમે ત્યાં બે દિવસ અગાઉ ત્રણ વ્યક્તિઓ દ્વારા સાળંગપુર મંદિરના ભીંતચિત્રો પર શાહી લગાવી ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાળંગપુર મંદિરના ભીંતચિત્રો પર શાહી લગાવી તોડફોડ કરનાર મામલે આરોપી હર્ષદ ગઢવી રે. આંબરડી તથા જેસીંગ ઉર્ફે જંગો ભરવાડ રે. ચારણકી તથા બલદેવ ભરવાડ રે. આંબરડી સામે મંદિરના સિક્યુરિટી ભુપત ખાચરની ફરિયાદના આધારે બરવાળા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પર આઇપીસી કલમ 295(A), 153(A), 427,506, 506(2), 120(B) તેમજ ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરતાં આવેશમાં આવી જઈ શાહી લગાવવા તથા તોડફોડ કર્યાની કબૂલાત કરી હતી. કોર્ટે આરોપીની રજૂઆતો સાંભળી આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને રૂપિયા દસ હજારના શરતી જામીન આપવાનો આદેશ કર્યો છે. અત્રે નોંધવું જોઈએ કે, સાળંગપુર મંદિરના ભીંતચિત્રો મામલે થયેલા વિવાદમાં ઘર્ષણ ટાળવા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular