Saturday, June 27, 2026
HomeGujaratVadodaraઇ-ચલણ સ્કેમ: એક ક્લિકથી ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ, જાણો કેવી રીતે...

ઇ-ચલણ સ્કેમ: એક ક્લિકથી ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે આ સ્કેમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News : દેશમાં અને ગુજરાતમાં સાઈબર ક્રાઈમની (Cyber Crime) ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. નકલી લિંક (Fake Link) મોકલી લોકોને છેતરવામાં આવતા હોય છે. ઉલટ તપાસ કર્યા વગર જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે, ત્યારે ફ્રોડ (Fraud) થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. કારણ કે મોકલવામાં આવેલી લિંક ખરેખર અધિકૃત કચેરીથી આવી છે કે નહીં તે ચકાસવું ખૂબ જ જરૂરી બની જાય છે. ફ્રોડ કરનારાઓ નકલી લિંક મોકલી લોકોના એકાઉન્ટ ખાલી કરી નાખવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા ઇ-ચલણ સ્કેમથી (E Chalan Scam) કેવી રીતે બચી શકાય તે લોકોને સમજાવવા પ્રયાસ હાથ ધર્યો છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, ત્યારે દંડની રકમ ઇ-ચલણ દ્વારા ભરવાની થાય છે. ઇ-ચલણ ભરવા માટે ટ્રાફિક કે પરિવહન વિભાગ દ્વારા વેબસાઈટ નક્કી કરવામાં આવી છે, જેના દ્વારા ઇ-ચલણની ભરપાઈ કરી શકાય છે. પરંતુ કેટલાક ઠગ લોકો દ્વારા પરિવહન વિભાગની વેબસાઈટની કોપી એટલે કે નકલ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવતી લિંકને મળતી આવતી હોય તેવી લિંક મોકલવામાં આવે છે. મોકલવામાં આવતી નકલી લિંક પણ પરિવહન વિભાગ જેવી જ હોવાથી વ્યક્તિ ઇ-ચલણ ભરવામાં થાપ ખાઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થઈ જવાની નોબત આવે છે. આવી સ્થિતિમાં વડોદરા પોલીસ દ્વારા નકલી લિંકથી બચી અધિકૃત લિંક વડે ઇ-ચલણ ભરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

હવે વડોદરા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે અને તમને ઇ-ચલણ પ્રાપ્ત થયું હોય, તો ઇ-ચલણ ભરવા અંગે ટ્રાફીક વિભાગનો સંપર્ક કરો. કોઈપણ પ્રકારની જાણકારી વગર ઇ-ચલણથી પેમેન્ટ કરવાનું ટાળવું તેમજ અધિકૃત કચેરીએથી આવેલી લિંક પર ક્લિક કરી ઇ-ચલણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. વધુમાં ઇ-ચલણ ભરવા માટે ફ્રોડ SMS થયા હોવાનું પણ સામે આવ્યું છે. જે લોકોના ઇ-ચલણ ભરવાના બાકી હોય તે લોકોને કોર્ટ દ્વારા SMS કરવામાં આવે છે. પણ ફ્રોડ SMS થકી લોકોને ફ્રોડ થવાના કેસ પણ સામે આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular