Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાખોનું કોકેન ડ્રગ્સ ઝડપ્યું, રેવ પાર્ટીનું કનેક્શન મળ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાખોનું કોકેન ડ્રગ્સ ઝડપ્યું, રેવ પાર્ટીનું કનેક્શન મળ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં દારૂની જેમ હવે ડ્રગ્સની હેરાફેરીના (Drug Trafficking) કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની (Ahmedabad Crime Branch) ટીમે છેલ્લા ત્રણ દિવસમાં રેડ કરીને અલગ-અલગ ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડ્યો છે. અગાઉ 10 કિલો ગાંજાનો જથ્થો અને MD ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે કોકેન (cocaine) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે આ કોકેન ડ્રગ્સનો ઉપયોગ રેવ પાર્ટીમાં કરવામાં આવતો હોવાની વિગત પોલીસ તપાસમાં સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સેપેક્ટર એમ. એસ. ત્રીવેદીની ટીમના હેડ કોન્સટેબલ રોહિતસિંહ તેજસિંહને કોકેન ડ્રગ્સની અમદાવાદમાં ડિલેવરી થવા અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે આંબાવાડીના ભુદપપુરા વિસ્તારમાં આવેલા પ્રકૃતિકુંજ સોસાયટીના બંગલામાં દરડો કરીને લાખો રૂપિયાનું કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સાથે બે યુવક સહિત એક આફ્રિકાની યુવતીને પણ ઝડપી પાડવામાં આવી છે. જેમની પાસેથી 50.750 ગ્રામ કોકેનનો જથ્થો અને રોકડ રકમ રૂપિયા 3,28,000 મળી આવ્યા હતા. જે કોકેન ડ્રગ્સ મળી આવ્યું છે તેની અંદાજીત કિંમત રૂપિયા 4,06,000 જેટલી થાય છે.

- Advertisement -

આરોપીની પુછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપી શાલિન શાહ અને આદિત્ય પટેલ તેના મિત્રો સાથે છેલ્લા 4 વર્ષથી મહિનામાં એક-બે વાર રેવ પાર્ટી કરવા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના ફાર્મ હાઉસ અને બંગલામાં ભેગા થતાં હતા. આ પાર્ટીમાં 20થી 25 લોકો આવતા હતા અને પાર્ટીમાં કોકેન ડ્રગ્સ પણ આપવામાં આવતું હતું. આદિત્ય રેવ પાર્ટી માટે કોકેન ડ્રગ્સ મુંબઈના સિલ્વેસ્ટર પાસેથી મગાવતો હતો અને સિલ્વેસ્ટર પેડલર મારફતે કોકેન અમદાવાદમાં પહોંચાડતો હતો. મુંબઈથી યુગાંડાની યુવતી અસીમુદ રીચેલ અમદાવાદ કોકેન ડ્રગ્સ આપવા માટે આવી હતી. આ યુવતી ભુદરપુરામાં ડ્રગ્સની ડિલેવરી કરવા માટે ગઈ હતી. તે દરમિયાન પોલીસે દરોડો કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહિલાને ડ્રગ્સ ડિલેવરી કરવાના એક ટ્રિપના 10 હજાર રૂપિયા મળતા હતા અને આ મહિલા ખોટા પાસપોર્ટ-વિઝા પર ભારતમાં રહેતી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular