નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરો હવે વાહનોમાંથી પણ કેટલીક વસ્તુઓનો ચોરી (Theft) કરી લેતા હોય છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ અને કણભા વિસ્તારમાં ચોરીની એક ટોળકી રાત્રિના સમયે વાહનોમાંથી બેટરીની ચોરી કરતી હતી. આ ટોળકીના એક સભ્યની અમદાવાદ શહેરકોટડા પોલીસે (Shehar Kotda Police) ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ વાહનોની 75 જેટલી બેટરી જપ્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ, ઓઢવ, કણભા, બાપુનગર અને શહેરકોટડા સહિત જૂદા જૂદા વિસ્તારોમાં વાહનોની બેટરી ચોરી કરવાતા તસ્કરોનો આતંક સામે આવ્યો હતો. જુદા-જુદા વિસ્તારોમાં ઉઠતી ફરિયાદોને લઈ તસ્કરોને ઝડપી પાડવા માટે શહેરકોટડા સર્વલન્સ સ્કોડ PSI આર. જી. ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વલન્સ સ્કોડને બાતમી મળી હતી કે, વાહનોની બેટરી ચોરી કરનારા તસ્કરો બેટરી ચોરી કરવાની ફિરાકમાં શહેરકોટડા વિસ્તારમાં ફરી રહ્યા છે. જે બાતમીના અધારે સર્વલન્સ સ્કોડની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી હિતેશ કૃપલાણીને રંગહાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક તેનો સાગરિત ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લોડિંગ રીક્ષા, બાઈક, કચરાની ગાડીઓ મળી અલગ-અલગ વાહનોની 75થી વધુ બેટરીઓ કબ્જે કરી હતી. જેની બજાર કિંમત અઢી લાખ રૂપિયાથી વધુ થાય છે.
આરોપીઓ વધુ પૈસા કમાવવા માટે બેટરી ચોરી કરતા હતા. અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી આ તસ્કરોનો આતંક હતો. હાલ પોલીસે એક આરોપીઓની ધરપકડ તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








