નવજીવન ન્યૂઝ. સુરત: ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધીની વાત કરવામાં આવે છે ત્યારે પોલીસનું ઉત્તરદાયિત્વ બને છે કે, કાયદાનો કડક અમલ કરાવે. પરંતુ જ્યારે પોલીસ જ બુટલેગર બની જાય ત્યારે પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. ત્યારે સુરતના (Surat) વરાછામાં પોલીસ (Varachha Police) દ્વારા પકડવામાં આવેલી દારૂની (Liquor) બોટલો પોલીસ દ્વારા જ વેચવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના પોલીસ મથકમાં PCRમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને હોમગાર્ડે વરાછાના પટેલનગર વિસ્તારમાથી બુટલેગર પાસેથી દારૂ પકડી પડ્યો હતો. નિયમ મુજબ પોલીસે પકડેલી કોઈપણ ગેરકાયદેસર વસ્તુને સબંધિત પોલીસ સ્ટાશનમાં મુદ્દામાલ તરીકે જમા કરાવવાની હોય છે, તેમજ જે વ્યક્તિ પાસેથી મુદ્દામાલ પકડવામાં આવે છે તેની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવાની હોય છે. પરંતુ હોમગાર્ડ મિલન વિરાણી અને પોલીસ કોન્સટેબલ લખનને પૈસાની લાલચ એટલી હદે લાગી કે, તે બંનેએ ભેગા મળી મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાને બદલે પકડી પાડેલ દારૂ પોતાની ખાનગી કારમાં છુપાવી તેના પર કપડું ઢાંકી સરદાર ચોકી પાછળ આવેલા પાર્કીંગમાં છુપાવી દીધી હતી.
વરાછા પોલીસને બાતમીના આધારે ઘટનાની જાણ થતાં તેઓએ જગ્યા પર જઈ કપડું ઢાંકી રાખેલ કારની તપાસ કરતાં કારમાંથી દારૂ મળી આવ્યો હતો. કારની તપાસ કરતાં કાર લખનની હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે કેન્સટેબલ લખન અને હોમગાર્ડ મિલેન વિરાણી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મિલન વિરાણીને શોધી તેની ધરપકડ કરી છે, જ્યારે કોન્સ્ટેબલ લખન ફરાર થઈ ગયો છે. પોલીસે કાર અને દારૂ મળી 6.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા જ દારૂ વેચવાની ઘટના સામે આવતા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સમગ્ર મામલાની તપાસ ACPને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસની સંડોવણી થકી 23 દારૂની બોટલોની ચોરી થવાની ઘટના સામે આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








