Sunday, September 6, 2026
HomeGujaratSuratસુરત: એપાર્ટમેન્ટમાં ગ્રિલના સહારે ઉભેલો યુવક 11માં માળેથી પટકાતા કરુણ મૃત્યુ

સુરત: એપાર્ટમેન્ટમાં ગ્રિલના સહારે ઉભેલો યુવક 11માં માળેથી પટકાતા કરુણ મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: સુરતમાં એક યુવક 11માં માળેથી પટકાતાં મૃત્યુ થયું છે. યુવક પોતના એપાર્ટમેન્ટમાં આવેલા ઘરની બહાર ગ્રિલના સહારે ઉભો હતો. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. અચાનક ફલેટમાં ધડામ લઈને આવાજ આવતા સિક્યુરિટી સહિત સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. જોકે યુવકને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે અંતિમશ્વાસ લીધા હતા. ઘટનાની જાણ પાલ પોલીસને (Surat Police) થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં દુર્ઘટના સામે આવી છે. એક યુવક મોડી રાત્રીના અરસામાં પોતાના ઘરની ગ્રિલ પાસે ઊભો હતો. તે દરમિયાન અચાનક ગ્રીલ તૂટી પડતા યુવકનું બેલેન્સ બગડ્યું હતું અને તે 11માં માળેથી જમીન પર પટકાયો હતો. રાત્રિના સમયે એપાર્ટમેન્ટ સુમસામ હોવાથી ધડામ લઈને જોરદાર આવાજ આવ્યો હતો. જેને લઇ સિક્યુરિટીની સાથે સ્થાનિકો પણ આવાજ સાંભળતા ઉઠી ગયા હતા. એક યુવક એપાર્ટમેન્ટના પરિસરમાં લોહીલુહાણમાં મળી આવ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તેણે ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો.

- Advertisement -

ઘટનાના પગલે આસપાસના રહીશો પણ દોડ્યા આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પાલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હાલ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular