Tuesday, May 26, 2026
HomeGujaratRajkotરાજકોટ: લિફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે 7માં માળેથી પટકાતા વૃદ્ધનું મૃત્યુ

રાજકોટ: લિફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે 7માં માળેથી પટકાતા વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટના 150 ફૂટ નવા રિંગરોડ પર આવેલાં એપાર્ટમેન્ટની લિફ્ટ બંધ થતાં કરૂણ દુર્ઘટના થઈ હતી. જેમાં લિફ્ટમાં થયેલી ટેક્નિકલ ખામીના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ઉહોપોહ મચી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં રાજકોટ તાલુકા પોલીસની (Rajkot Taluka Police) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં હસમુખ વસમાળી સગા સબંધીને મળવા 150 ફૂટ નવા રિંગરોડ પર આવેલા ઈસ્કોન ફલેટમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ લિફ્ટથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટમાં કોઈ ટેક્નિકલ ખામી હોવાના કાણે અચનાક લિફ્ટ બંધ થઈ જતા તેઓ ફસાયા હતા. જે બાદ તેમના દ્વારા લિફ્ટમાંથી નીકળવાનો પ્રત્યન કરવામાં આવતા તેઓ સીધા 7માં માળેથી જમીન પર નીચે પટકાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ફલેટના રહીશોઓ પણ દોડી આવ્યા હતા અને સમ્રગ વિસ્તારમાં બૂમાબમ થઈ ગઈ હતી. જોકે 7 માળેથી નીચે પટકાતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

- Advertisement -

ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા રાજકોટ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે મતૃકના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular