Thursday, April 23, 2026
HomeGujaratખેડૂતે ભેજુ વાપરી ભીંડા અને મરચાની આડમાં કરી ગાંજાની ખેતી, SOG એ...

ખેડૂતે ભેજુ વાપરી ભીંડા અને મરચાની આડમાં કરી ગાંજાની ખેતી, SOG એ દરોડો પાડી કર્યો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: Aravalli News: આજકાલ કેફી પદાર્થ ગાંજાનું વધુ પ્રમાણમાં વાવેતર થતુ જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટીમાંથી પ્રતિબંધિત ગાંજાના છોડ (Cannabis Plant) મળવાનો સિલસિલો હજી ચર્ચામાં છે. ત્યાં અરવલ્લી (Aravalli) જીલ્લામાંથી ભેજાબાઝ ખેડુતની કરતુત સામે આવી છે કે, જેણે ભીંડા અને મરચાની આડમાં ગાંજાની ખેતી (cultivate ganja) કરી હતી. પરંતુ બાતમી આધારે SOG પોલીસે છાપો મારી આરોપીના ખેતરમાંથી એક લાખ રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવતા આરોપી ખેડુતની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી SOG ને બાતમી મળતા મેઘરજના મોટી મોરી એટલે કે વાવ મેલાણા ગામમાં દરોડો પાડ્યો હતો. આરોપી કલાસવા વિક્રમ નેમાભાના રહેણાંક મકાનમાં તલાશી લેતા પોલીસને ઘરમાં સુકવવા મૂકેલા ગાંજાના પાન મળી આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસમાં આરોપીએ પોતાના મકાન પાસેના પોતાની માલિકીના 2 ખેતરમાં ભીંડા અને મરચાની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં પોલીસે એક બાદ એક 41 જેટલા ગાંજાના છોડના વાવેતરને ઝડપી પાડ્યા હતા. જેમાં 1 લાખની કિંમતના કુલ મળીને 10 કિલો 700 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લઈને પોલીસે NDPS એક્ટ હેઠળ વિક્રમ કલાસવા સામે કાર્યવાહી કરી હતી.

- Advertisement -

મહત્વનું છે કે, આ ગાંજો સ્થાનિક ઈસરી પોલીસ મથકના વિસ્તારમાંથી SOG એ રેડ પાડીને ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલો બનાવ નથી, પરંતુ આ પહેલા પણ બાયડ તાલુકામાંથી લાખો પાણી પણ કરોડો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ગાંજો SOG એ ઝડપ્યો હતો. ત્યારે ફરીથી સ્થાનિક ઇસરી પોલીસ મથક હદમાંથી પ્રતિબંધિત માદક ગાંજો ઝડપાતા શું ઈસરી પોલીસ ઊંઘી રહી હતી તેવા સવાલોના ઘેરામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular