Wednesday, April 29, 2026
HomeGujaratAhmedabadડ્રગ્સનાં દૂષણને રોકવા અમદાવાદ પોલીસ એક્શનમાં, મણિનગર વિસ્તારમાં યોજાઈ નાર્કોટિક્સ ડ્રાઇવ

ડ્રગ્સનાં દૂષણને રોકવા અમદાવાદ પોલીસ એક્શનમાં, મણિનગર વિસ્તારમાં યોજાઈ નાર્કોટિક્સ ડ્રાઇવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ દિવસને દિવસે વધી રહ્યું છે. પેડલરો ડ્રગ્સ લાવી (Drug trafficking) ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી તેમને ડ્રગ્સના કાળા કારોબારમાં ધકેલી રહ્યા છે. યુવાનોમાં વધતી ડ્રગ્સની બદીને ડામવા માટે અમદાવાદ પોલીસ (Ahmedabad police) પણ સક્રિય બની છે. તેના જ ભાગરૂપે આજે શહેરના મણિનગર વિસ્તારમાં પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રાઈવનું (Narcotics Drive) આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝોન 6ના DCP રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ ઝોન 6માં આવેલા જુદા-જુદા વિસ્તારોમાં યુવાધનમાં વધતા ડ્રગ્સના ચલણને રોકવા અને ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવા માટે મણિનગર વિસ્તારમાં નાર્કોટિક્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે મણિનગર પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સિંધી માર્કેટ, સ્કૂલ-કૉલેજ અને ગાર્ડનમાં ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખી મોકડ્રીલ યોજવામાં આવી હતી. તેમજ યુવાનોને ખાસ આવા કેફિયુક્ત પ્રદાર્થથી દુર રહે તે માટે યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

સમગ્ર ઝોન 6 વિસ્તારમાં આવેલા વટવા, નારોલ, ઇસનપુર, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ અને વટવા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાથી ખાસ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારો ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular