નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: વડોદરાની જેલમાં લાબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સૌરાષ્ટ્રના(Saurashtra) કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને (Bootlegger Nagdan Gadhvi) હાર્ટ એટેક (Heart Attack) આવતા મૃત્યુ પામ્યો છે. સમ્રગ સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂની હેરાફેરી (Liquor Smuggling) અને વેપારમાં સૌથી મોટું માથું ગણાતા નાગદાન ગઢવીને સાંજના સમયે વડોદરાની જેલમાં હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મુત્યુ થયું છે. નાગદાન ગઢવીની સામે પોલીસના ચોપડે 150થી વધારે ગુનાઓ નોંધાયેલા છે.
મળતી માહીતી અનુસાર, સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગર નાગદાન ગઢવી હરીયાણાથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવતો હતો. ગત જાન્યુઆરીમાં થોરાળાથી જે દારૂ પકડાયો હતો, તેમાં તેનું નામ ખુલ્યા બાદ પોલીસે તેણે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને સાબરમતી જેલમાં મોકલા આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેણે જેલ ટ્રાન્સફર કરીને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યો હતો. અગાઉ પણ તેના ગુના અંગે મોનીટરિંગ સેલે જણાવ્યું જણાવ્યું હતું કે, તે 30થી વધારે ગુનામાં વોન્ટેડ હતો. ગુજરાતના વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂનું મોટા પાયે નેટવર્ક ચલાવી વેપાર કરતો હતો. તે હરિયાણાથી ગુજરાતમાં દારૂ લાવી વેપાર કરતો હતો. નાગદાન સાથે અન્ય પણ ઘણા નામચીન બુટલેગરો સંકળાયેલા હતા. તેનું નેટવર્ક ગુજરાત પોલીસ માટે ધણું ચેલેન્જ હતું. આખરે પોલીસે તેને દબોચીને જેલ હવાલે કર્યો હતો.
આજે કોરટમાં મુદત હોવાથી તેણે નડિયાદ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અને પરત ફરતા સમયે સાવલી નજીક તેણે હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને નજીકની રિધમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગદાન ગઢવી કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી સાથે પણ સંકળાયેલો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








