Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ-બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં વધુ બે લોકોના મૃત્યુ

અમદાવાદ-બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં વધુ બે લોકોના મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Bavla-Bagodara Accident update : અમદાવાદ-બગોદરા હાઇવે પર ગઇકાલે એક ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો હતો જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતા અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ગઇકાલે રાત્રે સારવાર લઈ રહેલા ત્રણ વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. જેના કારણે હાલ આ અકસ્માતમાં મૃત્યુઆંક 12 થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજના સુણદા ગામના 23 વ્યક્તિઓ છોટા હાથી મિનિ ટ્રક લઈને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ચોટીલા દર્શન કરીને પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તા પર એક ટ્રક ઊભી હતી તેમાં પાછળથી છોટા હાથી મિનિ ટ્રક ટકરાઇ હતી. જેમાં 10 વ્યક્તિઓના ધટનાસ્થળે જ મૃત્યુ થયા હતા અને 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગઇકાલે રાત્રિના સમયે સારવાર દરમિયાન બે વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

- Advertisement -

અકસ્માતની ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતદેહોને પોસ્ટોમોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ત્રણ ગંભીર ઈજાગ્રસ્તોમાંથી રાત્રિના સમયે સારવાર દરમિયાન એક મહિલા અને પુરુષ આમ બે લોકોના મૃત્યુ થયા છે. જેને લઈ કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે. જ્યારે એકની હાલત હાલ ગંભીર હોવાનું માનવમાં આવી રહ્યું છે. જેના પગલે મૃતઆંક તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tag: Bavla-Bagodara Accident અમદાવાદ અકસ્માત | બાવળા હાઇવે અકસ્માત | બગોદરા હાઇવે અકસ્માત | બાવળા-બગોદરા અકસ્માત

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular