નવજીવન. રાજકોટ: રાજકોટમાં MLA ગુજરાતનું પાટિયું કારમાં લગાવીને રોફ જમવવા નીકળેલા બે યુવાનની શાન પોલીસએ ઠેકાણે લાવી દીધી છે. પોલીસ ચેકિંગ દરમિયાન દંડ ન ભરી, MLAની ગાડી તમે ન રોકી શકો કહીને કાર સાથે ભાગી ગયો હતો. જો કે સમગ્ર ઘટના મીડિયામાં વાયુવેગે પ્રસરતા બને વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 30 ડિસેમબરના રોજ બામણબોર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક કાર ચાલકે ગાડી ન રોકીને કાર લઈને ભાગી ગયો હતો અને PSIની ફરજમાં રૂકાવટ કરી હતી. જોકે તે સમયએ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પરંતુ આ વાત મીડિયામાં આવ્યા બાદમાં કાર ચાલક પર ફરિયાદ નોંધી બે કાર ચાલકની ધરપકડ કરી IPC કલમ 307,186,114 ઉપરાંત આર્મ્સ એક્ટ 25(1) (એ) (બી) મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સાંકળિયાની ફરિયાદ અનુસાર 30 ડિસેમ્બરના સાંજે ચાર વાગ્યે 31 ડિસેમ્બર અંતર્ગત સ્ટાફના પીએસઆઇ વી.સી.પરમાર, કોન્સ. રમણીકભાઇ ગોહિલ સાથે રાજકોટ અમદાવાદ હાઇવે પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાંજે સાડા ચારેક વાગ્યે અમદાવાદ તરફથી ‘MLA-ગુજરાત’ લખેલી ગાડી આવતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકે થોડે આગળ લઈ જઈ ઊભી રાખી હતી. કારમાં કાળા કાચ હોવાથી દંડ ભરવાનું કહેતા બંનેએ અમારી ફરજમાં રૂકાવટ કરી દંડ નથી ભરવો, આ કાર MLAની છે. તમે કાર રોકી ન શકો કહી દંડ ભર્યા વગર કાર લઈને ભાગી ગયા હતા. રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરાવતા કારનો નંબર GJ-01-WA-1 હોવાનું જાણવા મળતા ચાલક અને સાથેના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. સાંકળિયાની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસએ આરોપી કૃણાલ સંજયભાઈ મકવાણા અને પ્રશાંત સંજયભાઈ મકવાણાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાના કૌટુંબિક ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી એક એન્ડેવર કાર તેમજ રિવોલ્વર અને જીવતા કાર્ટીસ સાથે કુલ 10 લાખ 50 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












