Thursday, April 16, 2026
HomeGujaratમહેસાણાઃ ગર્ભ પરીક્ષણ અંગે જીલ્લા આરોગ્ય તંત્રએ સ્ટિંગ ઓપરેશન કર્યું, 3 ક્લીનીક...

મહેસાણાઃ ગર્ભ પરીક્ષણ અંગે જીલ્લા આરોગ્ય તંત્રએ સ્ટિંગ ઓપરેશન કર્યું, 3 ક્લીનીક શંકાના દાયરામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: જાતીનું ગર્ભ પરીક્ષણ કરવા પર પ્રતિબંદ હોવા છતાં પણ કેટલાક તબીબી પૈસાની લાલચમાં સોનોગ્રાફિ કરીને ગર્ભ પરિક્ષણ (Fetal testing) કરતાં હોય છે. અનેક કિસ્સાઓમાં પરિવાર પુત્રની ધેલછામાં આવા તબીબો પાસે ગર્ભ પરીક્ષણ કરાવતા હોય છે અને જો ગર્ભમાં પુત્ર ન હોય તો ગર્ભપાત પણ કરાવી લેતા હોય છે. ત્યારે આજે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં ક્લીનીકો પર સ્ટિંગ ઓપરેશન (Sting operation) કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 14 ક્લીનકમાં તપાસ કરવામાં આવતા 3 ક્લીનીક શંકાના દાયરામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ અંગે આગામી સમયે મોટો ખુલાસો થવાની શક્યતા રહેલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણામાં ગેરકાયદેસર ગર્ભપરિક્ષ કરતાં ગાયનેક તબીબો પર જીલ્લા આરોગ્ય તંત્રએ લાલ આંખ કરી છે. જે અંચર્ગત આરોગ્ય વિભાગે જિલ્લામાં 14 તબીબોને ત્યાં એક મહિલાને મોકલી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. સાથે પુરાવા માટે વિડીયો રેકોડીંગ પણ ખાનગી રીતે કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કડીમાં 3 , વિજાપુરમાં 3 , વિસનગરમાં 2, મહેસાણામાં 3, સતલાસણામાં 2 અને ઊંઝામાં 1 સ્ટિંગ ઓપરેશન થયા હતા. આ ચેકીંગ દરમિયાન નિયમનું પાલન નહી કરનાર ગાયનેક તબીબોને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો. જે ખુલાસો સંતાષજનક ન હોવાથી કડીની (Kadi) બે અને સતલાસણની એક ક્લીનીક મળી કુલ ત્રણના સોનોગ્રાફિ મશીન તેમજ હાર્ડ ડીસ્ક સીલ કરી ગાંઘીનગર ખાતે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

- Advertisement -

કડી તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલી પૂજા મેટરનીટ તેમજ અન્ય એક બીજા ક્લિનીકમાં કરેલા સ્ટીંગમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. જેમાં સ્ટિંગ માટે મોકલેલા મહીલાની સોનોગ્રાફી કરાયા બાદ ક્લિનીકમાં નિયમ અનુસાર ફોર્મ-એફ ભરવામાં આવ્યું ન હતું અને મહીલાનું ક્યાં કારણોસર સોનોગ્રાફી કરવામાં આવી છે તેનો કોઈ રેકોર્ડ પણ રાખ્યો ન હતો. કોઈ પણ સગર્ભાની સોનોગ્રાફી કરાવવાનું ક્લિનીકે રજીસ્ટર જાણવવાનું હોય છે. તપાસમાં પૂજા મેટરનીટી ક્લિનીકે રજીસ્ટર પણ જાણવ્યુ નથી અને કોઈ નોંધ પણ કરી નહોતી. જે PCP & DT એક્ટની અનેક જોગવાઈઓનો ભંગ થતો હોવાથી આરોગ્ય વિભાગે ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીને કારણદર્શક નોટિસ પાઠવીને વ્યક્તિગત સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમનો પક્ષ મુકવા માટે જણાવ્યું હતું. પરતું સુનાવણી દરમિયાન આરોગ્ય વિભાગે સ્ટિંગ ઓપરેશન સમયના પુરાવા તબીબ સામે રજૂ કરતા તબીબે સુનાવણીમાં ખોટી વિગતો લખાવી હોવાનો સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન તબીબને નિયમોના ભંગ થતા સોનોગ્રાફી મશીનની હાર્ડ ડિસ્ક સુપ્રત કરવા તબીબને સુચના આપી હોવા છતાં તેમણે હાર્ડ ડિસ્ક નહીં રજુ કરતા જિલ્લાની એડવાઈઝરી કમિટીએ PCP & DT કમિટીમાં જીલ્લાનો તમામ અહેવાલ રજૂ કરતાં કલેક્ટરે એમ. થૈન્નારસને તબીબો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપતા કડીના બે અને સતલાસણમાં એક એમ ત્રણ ક્લિનીકના ત્રણ સોનોગ્રાફી મશીન અને હાર્ડ ડીસ્ક સીલ કરી ગાંઘીનગર ખાતેના FSL લેબમાં ચકાસણી અર્થે મોકલી આપવા આરોગ્ય વિભાગને હુકમ કર્યો હતો.

આ બાબતે જીલ્લા આરોગ્ય અઘિકારી મહેશ કાપડીયા જણાવ્યુ હતુ કે, જીલ્લામાં ગેરકાયદેસર રીતે જાતીય ગર્ભ પરીક્ષણ કરતાં હોવાની શંકામાં 14 ક્લિનિકમાં ડમી મહીલાને ગર્ભ પરિક્ષણ માટે મોકલેલા હતા. જેમાં ત્રણ ક્લિનીકમાં જરૂરી નિયમોનું પાલન થયુ નહોતુ. તેમાં કડીની પૂજા સહીત બે ક્લિનીકમાં સોનોગ્રાફીમાં ડોક્ટરે એફ ફોર્મ ભર્યું નહી અને પ્રિન્ટેડ રિપોર્ટ પણ આપ્યા ન હતા. આ ડોક્ટરને વ્યક્તિગત સાંભણવા બોલાવ્યા ત્યારે તેઓ આ ધટનાને નકારતા હતા કે, તેઓએ આ મહીલાની સોનોગ્રાફી કરી જ નથી. આથી અમે તેમને કહ્યું કે અમે તમારું સ્ટીંગ કર્યું છે અને તેના અમારી પાસે રેકોર્ડિંગના પુરાવા છે .સાથે જો એફઅસએલમાં જો ગુનો દેખાશે તો પોલીલ કેસ કર્યા બાદ કોર્ટ કાર્યવાહીમાં અમે પુરાવા રજુ કરીશું. સતલાસણા પણ મશીન સીલ કરીને FSLમાં મોકલી આપવામાં આવ્યા છે તેમ જ કડીની અન્ય એક ક્લિનીકની હાર્ડ ડીસ્ક સીલ કરી ગાંઘીનગર ખાતે માકલી આપી છે. તેમજ આગામી સમયમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular