Sunday, May 31, 2026
HomeGujaratVadodaraવડોદરામાં હાઈવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવર અને...

વડોદરામાં હાઈવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી આવતી ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવર અને ક્લીનરનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના (Vadodara) કરજણ પાસે ગમખ્વાર અકસ્માતની (Road Accident) ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. હાઈવે પર ઉભેલા ટ્રકમાં પાછળથી આવેલી રહેલી ટ્રક ઝડપભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને એક ક્લીનરનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા કરજણ પોલીસે (Karjan Police) અકસ્માત સ્થળે દોડી આવી હતી. ક્ષત વિક્ષત હાલતમાં હાઈવે પર પડેલા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ મામલાને લઈ કરજણ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિત અનુસાર, વડદરોના કરજણ હાઈવે પાસે આવેલા ફ્લાય ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે કોઈ ખરાબી હોવાથી એક ટ્રક બ્રિજ પર ઉભો હતો. આ દરમિયાન 6 વાગ્યાના અરસામાં અંધારું હોવાથી એક પૂરઝડપે આવી રહેલી ટ્રક બ્રિજ પર ઉભેલા ટ્રકમાં પાછળથી ધડાકાભેર ઘૂસી જતા ટ્રકમાં સવાર ડ્રાઈવર અને તેની સાથે રહેલા ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ટ્રકના આગળના ભાગનો બૂકડો બોલાઈ ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતાં લોકો પણ બનાવસ્થળે ઉમટી પડ્યા હતા.

- Advertisement -

ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાઈવે પર પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વાર ટ્રક ચાલક અને ક્લીનરના ટ્રક માલિકની ઓળખ કરવામાં આવી રહી છે. આ મામલાને લઈ કરજણ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular