Tuesday, June 23, 2026
HomeGeneralકોરોના મહામારીના ત્રીજા તબક્કાનું જોખમ: ઘટયા ભાવે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય

કોરોના મહામારીના ત્રીજા તબક્કાનું જોખમ: ઘટયા ભાવે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય

- Advertisement -

ઈબ્રાહીમ પટેલ (નવજીવન મુંબઈ): ક્ષિતિજ પર કોરોના મહામારીના ત્રીજા તબક્કાનું જોખમ વધવા લાગ્યું છે અને જાગતિક અર્થતંત્રના વિકાસની ગાડી સામે સ્પીડ બ્રેકરો મુકાવા લાગ્યા છે, ત્યારે સોનાના વર્તમાન ઘટયા ભાવ ૧૦ ગ્રામે રૂ. ૪૭,૫૦૦ આસપાસના રોકાણકરવાનો આ યોગ્ય સમય છે. ફુગાવાની તલવાર લટકવા લાગે ત્યારે જુદા જુદા રોકાણ માધ્યમો સામે સોનું ઉત્તમ રોકાણ સાબિત થવાની પણ શક્યતા રહે છે. જાગતિક બજારમાં ગતવર્ષે સોનાના ભાવ ૩.૫૧ ટકા ઘટયા હતા, જે છેલ્લા ૬ વર્ષમાં સૌથી વધુ નકારાત્મક વળતર હતું. ભારતની વાત કરી તો ઓગસ્ટ ૨૦૨૦માં જોવાયેલા ઐતિહાસિક ઊંચા ભાવ રૂ. ૫૬,૩૦૦ સામે ૨૦૨૧માં સોનું ૧૦ ગ્રામ દીઠ રૂ. ૮૮૦૦ ઘટી ગયું હતું.

૨૦૧૧થી ૨૦૨૧ સુધીના છેલ્લા ૧૦વર્ષમાં સોનાના ભાવ રૂ. ૩૦,૦૦૦થી લગભગ રૂ. ૫૦,૦૦૦ આસપાસ રહ્યા હતા. ડોલર સંદર્ભમાં જોઈએ તો ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૫૦૦ ડોલરથી વધીને ૧૮૦૦ ડોલર થયા હતા. અગર છેલ્લા એક દાયકામાં સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ, સંગઠિત જાગતિક વિકાસ દર) સામે ગણતરી કરી તો પણ સોનામાં વળતર માત્ર ૫.૨૫ ટકા જેટલુંજ મળ્યું છે.

- Advertisement -



જો વાર્ષિક ૫થી ૭ ટકાના ફુગાવા વૃધ્ધિને જોઈએ તો પણ કીમતી અસ્ક્યામત તરીકે સોનાએ નકારાત્મક વળતર આપ્યું છે. વાસ્તવિકતા એ છે કે સોનામાં રોકાણનું જોખમ એટલું વધી ગયું છે કે તે હવે ફુગાવા સામે પણ રક્ષણ નથી આપતું. ગોલ્ડમેન સાસ એક નોંધમાં ત્યાં સુધી કહે છે કે આખા જગતમાં ડિજિટલ ક્રિપટોકરન્સીને વ્યાપક સ્વીકૃતિ મળવા લાગી છે ત્યારે ૨૦૨૨માં ક્રિપટોકરન્સી, બુલિયન બજારનો બજાર હિસ્સો પણ ખાઈ જશે.

બુધવારે અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટીંગની મિનિટસ રજૂ થઈ અને મંદિવાળાઓએ હેમરિંગ કરીને બુલિયન બજાર તોડી નાખી. આ મિનિટ્સના દસ્તાવેજોમાંથી બજારમાં એવી લાગણી પેદા થઈ છે કે એફઓએમસીની માર્ચ મિટિંગમાં અસ્ક્યામતોની ખરીદી ધીમી પાડીને વ્યાજદર વધારતા જવાની પ્રક્રિયાનો આરંભ કરાશે, એવી આશાને જીવંત રાખવામાં આવી છે. માર્ચ મિટિંગમાં ૦.૨૫ ટકાનો વ્યાજદર વધારવામાં આવશે, એવી શક્યતાને બુલિયન બજારે છેલ્લા બે દિવસમાં ડિસ્કાઉન્ટ કરી નાખી છે.

- Advertisement -

ફેડરલ રિઝર્વની મિનિટ્સ રજૂ થવા સાથે જ આખા વિશ્વમાં સોનાના ભાવ દબાણમાં આવ્યા હતા, નાયમેક્સ કોમેક્સ વાયદો શુક્રવારે ૧૭૮૯ ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો. રિટેલ ટ્રેડરોના ડેટા દાખવે છે કે વાયદામાં તેજીવાળાના ઓળીયા ૭૧.૧૨ ટકા ઊભા છે પરિણામે તેજી મંદીના ઓળીયાનો રેશિયો વધીને ૨.૪૬:૧નો થયો છે.



૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ ગતવર્ષના એપ્રિલ પછીનું સૌથી વધુ ૧.૭૧ ટકા મુકાયું હતું. બરાબર આ જ સમયે બે વર્ષના બોન્ડનું યીલ્ડ, ૨૦૨૦માં શરૂ થયેલી મહામારી પછી પહેલી વખત સતત વધતું રહી ૦.૮૩ ટકાની ઊંચાઈએ ટ્રેડ થવા લાગ્યું છે. અલબત્ત, સોનાને ફુગાવા વૃધ્ધિ સામેના હેજ (સલામતી) તરીકે જોવામાં આવે છે, પણ બિનઉત્પાદકીય મૂલ્ય ધરાવતું સોનું હવે અમેરિકન ડોલર સામે વધુ સંવેદના ધરાવતું થયું છે.

- Advertisement -

આખા જગતે હવે કોરોના મહામારી સાથે જીવન જીવવાનું શીખી લીધું છે, ત્યારે ૨૦૨૨માં ફુગાવો કેવુક વલણ અપનાવેશે અને સેન્ટ્રલ બેંકો તેની સામે કેવાંક પગલાં લેશે તેને આધારે સોનાના ભાવમાં વધઘટ જોવા મળશે. શક્ય છે કે જેમ જેમ ફુગાવો વધશે તેમતેમ રોકાણકારો સોનામાં સરણ લેવાના પ્રયાસ કરશે. પણ અમેરિકન સેન્ટ્રલ બેંક વધુ પડતાં સલામતીના પગલાં લેશે તો, સોનાના ભાવ પર દબાણ વધશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular