Thursday, August 13, 2026
HomeNationalBJPના ધારાસભ્યએ મણિપુરના મુખ્યમંત્રી પર લગાવ્યા આક્ષેપ, રમખાણોમાં રાજ્ય સરકારની સંડોવણી

BJPના ધારાસભ્યએ મણિપુરના મુખ્યમંત્રી પર લગાવ્યા આક્ષેપ, રમખાણોમાં રાજ્ય સરકારની સંડોવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મણિપુર: Manipur Violence : મણિપુરમાં છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી જાતિગત રમખાણો ચાલી રહ્યા છે, જેને લઈને સમગ્ર દેશમાંથી આ અંગે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે હવે મણિપુરના જ એક BJPના ધારાસભ્યએ આ રમખાણોને લઈને મણિપુરની BJP સરકાર પર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે, આ રમખાણોમાં (Manipur Riots) રાજ્ય સરકારની પણ સંડોવણી છે, જો રાજ્યની સંડોવણી ન હોય તો આટલા સમયથી ચાલી આવતી હિંસાને રોકી લેવાઈ હોત. મણિપુરના BJPના ધારાસભ્ય પાઓલીનલાલ હાઓકિપે (Paolienlal Haokip) ઈન્ડિયા ટુડેમાં લખેલા એક લેખમાં આ વાત રજૂ કરી હતી.

પાઓલીનલાલ હાઓકિપ એ 10 ધારાસભ્યોમાં સામેલ છે, જેમણે મે માહિનામાં કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો માટે અલગ વહીવટની માગ કરી હતી. આ 10 ધારાસભ્યોએ પૈકી 7 ધારાસભ્યોએ BJPના છે. ન્યૂઝલોન્ડ્રી સાથેની એક મુલાકાતમાં, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સૈકોટના બીજેપી ધારાસભ્યએ કહ્યું હતું કે, તેઓ માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની અવગણના કરી છે. તેઓ અને મણિપુરના અન્ય ઘણા ધારાસભ્યો હજુ પણ પીએમ મોદીને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ હજુ પણ આશાવાદી છે કે માત્ર કેન્દ્ર સરકાર જ રાજ્યમાં શાંતિ લાવી શકે છે.

- Advertisement -

પાઓલીનલાલ હાઓકિપે મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ (N. Biren Singh)પર આક્ષેપો કરતાં લખ્યું છે કે, “કોઈ પણ રાજ્ય કે દેશ માટે પક્ષપાતી સરકાર હાનિકારક છે અને મણિપુરમાં તો આ પ્રકારનો પક્ષપાત પહેલેથી જ રહ્યો છે. મુખ્યમંત્રી તેમના કુકી સમુદાય સાથેના સંબંધો માટે પહેલેથી જાણીતા છે. જેથી તેમણે આ પ્રકારનો પક્ષપાત વધારે પ્રમાણમાં કરે છે.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular