નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Accident: ગતરોજ મોડી રાત્રિના સમયે અમદાવાદના (Ahmedabad) એસ.જી. હાઇવે પર સ્થીત ઈસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં (Iskcon flyover Accident) 9 લોકોના મોત થયા છે. જેમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સમયે એકત્રિત લોકો પર પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કાર (Jaguar Cars) ફરી વળતા તમામના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. આ ઘટનામાં જેગુઆર કારનો ચાલક કુખ્યાત શખ્સનો પુત્ર હોવાની માહિતી મળી રહી છે. મહત્વની વાત છે કે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવારને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રૂપિયા 50 હજાર સહાય ચૂકવવામાં આવશે.

અમદાવાદ ગતરોજ મોડી રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પણ મોતને ભેટ્યા છે. બનાવની વિગતવાર માહિતી એવી છે કે, ગત મોડી રાત્રિના સુમારે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રીજ પર એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે બંને વાહન થોભી ગયા હતા અને લોકો એકત્રિત થયા હતા. દરમિયાન આ અકસ્માત જોઈ ઉભા રહી ગયેલા લોકો પર પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કાર ફરી વળી હતી અને તમામ લોકો ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. જેના પગલે ઘટના સ્થળ પીડિત લોકોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યું હતું.
આ 9 લોકોના મૃત્યુની ઘટના પાછળ જેગુઆર કારનો ચાલક જવાબદાર હોવાનું માનવમાં આવે છે. કારણ કે, આ કારની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે હોવાનું માનવમાં આવે છે. આ કાર ચાલક યુવાન અમદાવાદના ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો પુત્ર હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઘટના સ્થળે પહોંચી પ્રજ્ઞેશે રોફ જમાવી દાદાગીરી પણ કરી હતી.
મૃતકોના નામ
1- નિરવ રામાનુજ- 22 વર્ષ ચાંદલોડિયા
2- અમન કચ્છી- 25 વર્ષ – સુરેન્દ્રનગર
3- કૃણાલ કોડિયા- ઉંમર 23 વર્ષ – બોટાદ
4- રોનક રાજેશભાઇ વિહલપરા- ઉંમર 23 – બોટાદ
5- અરમાન અનિલ વઢવાનિયા- ઉંમર 21 સુરેન્દ્રનગર
6- અક્ષર ચાવડા- ઉંમર 21 બોટાદ
7- ધર્મેન્દ્રસિંહ- ઉંમર 40 વર્ષીય ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન, પોલીસકર્મી
8- નિલેશ ખટિક- ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ
અત્રે ઉલ્લેખનીય છે કે આ લખાય છે ત્યાં સુધી આ ઘટના મામલે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો નથી. આ મામલે SG2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. જણાવે છે કે હાલ સુધી સ્ટેશન ડાયરી હોલ્ડ પર છે ગુનો દાખલ થયો નથી.
Tag : Ahmedabad Car Accident, ISKCON Bridge Accident, Thar-dumper collision
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








