નવજીવન.વડોદરાઃ સંત કહેવામાં શરમ આવે તેવી ઘટના હરિધામ સોખડા ખાતે બની છે. અહીં પાંચ વર્ષથી સેવા આપતા એક યુવકને સંતોએ પ્રસાદમાં મેથીપાક આપ્યાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હરિધામ સોખડા મંદિર પરિસરમાં એક યુવકને ચાર પાંચ જેટલા સંતો અને શખ્સો મળીને મારી રહ્યા છે તેની પાસેથી મોબાઈલ જેવું કાંઈક છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાને પગલે મંદિરમાં વાતાવરણ ડહોળાયું હતું અને આસપાસના ગામોના હરિભક્તો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં સુધી કે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. (આ અંગે સંતોએ પણ ખુલાસો કર્યો છે તેનો વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)
યોગી ડિવાઈ સોસાયટી સંચાલિત હરિધામ સોખડાના પ્રમુખ હરિપ્રસાદ સ્વામીના નિધન પછી તે ગાદીના વારસા માટે હમણાં થોડા જ સમય પહેલા વિવાદ સર્જાયો હતો. જે પછી હવે વિગતો એવી મળી રહી છે કે અનુજ ચૌહાણ નામના યુવકને સંતો દ્વારા માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વિગતો મળી રહી છે કે આજે હરિસ્મરણ સ્વામી અને ભક્તિ વલ્લભ સ્વામી નામના બે સંતો મહિલાઓ વચ્ચે બેસીને વાત કરી રહ્યા હતા. આ દૃશ્યનો અનુજ નામનો યુવક વીડિયો ઉતારી રહ્યો હતો. જોકે તે બાબતને કોઈ સત્તાવાર સર્થન નથી મળી રહ્યું પરંતુ અનુજને વીડિયો લેતો જોઈને બંને સંતો ઉશ્કેરાયા અને યુવકને પકડી માર મારવાનો શરૂ કર્યો. સંતો સાથે અન્યો પણ મળ્યા અને યુવકને માર મારી તેનો મોબાઈલ લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવકે પ્રતિકાર કર્યો તો સિક્યૂરિટી ગાર્ડ પણ આવી ગયા અને તેમણે પણ કાયદો હાથમાં લઈ યુવકને ત્યાં માર માર્યો હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. ઘટનાની ખબર પડતા પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી બંને જુથના ટેકેદારો હરિધામ સોખડા મંદિર ખાતે દોડી આવ્યા હતા.
સંત કેવી રીતે કહેવા?: હરિધામ સોખડામાં 'સંતો' મહિલા સાથે વાત કરતા વીડિયો ઉતારનાર યુવકને ફટકાર્યો, Video ચોંકાવનારો pic.twitter.com/xZwLLQ7GTJ
— Navajivan (@NavajivanNews) January 6, 2022
હરિધામ સોખડા ખાતે યુવકને માર મારવા બાબતે સંતોએ કર્યો ખુલાસો .. Video
![]() |
![]() |
![]() |











