Saturday, May 23, 2026
HomeGujaratGandhinagarનાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા નિકળેલું ગુજરાત બોર્ડ જ નાપાસ થયું, પરીક્ષામાં 16...

નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા નિકળેલું ગુજરાત બોર્ડ જ નાપાસ થયું, પરીક્ષામાં 16 પ્રશ્ન ખોટા પુછ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડનો (Gujarat Education Board) સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં (GSEB 12th Exam) એક બે નહીં પરંતું 16 પ્રશ્રો ખોટા પુછાયા હોવાનું શિક્ષણ બોર્ડએ સ્વીકાર્યું છે. અગાઉ વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા પરીક્ષાના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્ર પુછવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે શિક્ષણ બોર્ડએ 34 માર્કના 16 પ્રશ્નો ખોટા પુછાયા હોવાની જાહેરાત કરી છે. જેથી હવે 16 પ્રશ્રોને રદ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા 13 જુલાઈના રોજ લેવાઈ હતી. જોકે આ પરીક્ષા પુર્ણ થયા બાદ વિદ્યાર્થી અને વાલીઓ ચિંતામાં મુકાયા હતા. તેમનો આક્ષેપ હતો કે, પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્ર પુછવામાં આવ્યા હતા. ત્યારે આજે શિક્ષણ બોર્ડ દ્વારા પણ આ વાતને સ્વીકારવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા આંકડાશાસ્ત્રના પેપરમાં પુછાયેલા 47 પ્રશ્નોમાંથી 16 પ્રશ્ન રદ કરવાની જાહેરાત કરી છે.

- Advertisement -

શિક્ષણ વિભાગ દ્વારા 16 પ્રશ્નો રદ કરવાની જાહેરાત કરવામાં આવતા હવે કુલ 31 પ્રશ્નોનું મુલ્યાકંન જ કરવાનું રહેશે. જેથી 100 માર્કમાંથી બોર્ડ દ્વારા 34 માર્ક રદ કરવામાં આવતા હવે 66 માર્કનું મુલ્યાકંન કરવા માટે આદેશ અપાયો છે. મધ્યસ્થ મુલ્યાકંન કેન્દ્ર ખાતે મુલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે જ રદ કરેલા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હશે તો પણ તેનું મુલ્યાંકન ન કરવા માટેનો હુકમ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. 34 માર્ક રદ કરાયેલા ગુણનો ભાર લઈને 66 ગુણમાંથી વિદ્યાર્થીઓને જેટલા ગુણ મેળવશે તેને લઈ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં રદ કરાયેલા પ્રશ્રોમાં વિભાગ Aમાંથી 2,8,9,10, વિભાગ Bમાં 12,19,20, વિભાગ Cમાંથી 22,31,32, વિભાગ Dમાંથી 34,35,37,40, વિભાગ Eમાંથી 43, વિભાગ Fમાંથી 47 નંબરનો પ્રશ્ન રદ કરાયા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular