નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot ACB Trap : ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ જ્યારે પોલીસનું નામ પડે એટલે લોકો તેમને ભ્રષ્ટાચારીની નજરે જ જોતાં હોય છે. એવું નથી કે બધા જ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, પરંતુ કેટલાક લાંચિયા (Bribery) પોલીસકર્મીઓના કારણે સમગ્ર પોલીસની છાપ ખરાબ ઊભી થાય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં રાજકોટના (Rajkot) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના (Pradhyuman Nagar Police Station) એક વાહન ચોરીના કેસમાં કાગળો હળવા કરવા અને સગીર આરોપીને માર નહીં મારવા માટે હેડ કોન્સ્ટેબલે (Head Constable) 10 હજાર રૂપિયાની માગણી કરી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ, રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો એક કેસ નોંધાયો હતો, જેના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સગીર વયનો હતો. જેથી આરોપીના કાગળ હળવા કરવા અને માર નહીં મારવા માટે હેડ કોન્સટેબલ કલ્પેશ ચાવડાએ આરોપીના પિતા પાસેથી 10 હજાર રૂપિયાની માગણી કરી હતી અને અંતે 8 હજારની લાંચ લેવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી પૈસા આપવા માગતા ન હતા જેથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો અને હેડ કોન્સ્ટેબલે માગેલી લાંચ (Bribe) અંગે ફરિયાદ કરી હતી.
ACBને ફરિયાદ મળતા રાજકોટ શહેર ACBના પોલીસ ઈન્સ્પેકટર એ. આર. ગોહિલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. જ્યારે ફરિયાદી નક્કી થયા મુજબ હેડ કોન્સટેબલ કલ્પેશ ચાવડાને લાંચના 8 હજાર રૂપિયા આપવા ગયા ત્યારે ACBએ હેડ કોન્સટેબલને લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપી પડ્યો હતો. હાલ આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








