Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarભાવનગરના પીંગળીમાં ડબલ મર્ડર, દંપતીને કરપીણ રીતે રહેંસી નાખવામાં આવ્યું

ભાવનગરના પીંગળીમાં ડબલ મર્ડર, દંપતીને કરપીણ રીતે રહેંસી નાખવામાં આવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Crime News : તળાજા તાલુકાના પીંગળી ગામ (Pingali Village) ખાતે ડબલ મર્ડરની (Double Murder) ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં સુતેલા દંપતી પર ઘાતક તિક્ષણ હથિયારના અનેક ઘા મારી કરપીણ હત્યા નિપજાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણ થતા જ LCB સહિત સ્થાનિક પોલીસનો (Bhavnagar Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ હાથ ધરી છે.



- Advertisement -

ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ડબલ મર્ડરની ઘટના થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં 52 વર્ષીય શિવાભાઈ મોતીભાઈ રાઠોડ તેમજ તેમના પત્ની વસંતબેન શીવાભાઈ રાઠોડનું મોત નિપજ્યું છે. હાલ જે પ્રકારે મૃતદેહ જોવા મળી રહ્યા છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કોઈએ ઘરમાં ઉંઘી રહેલા દંપતી પર તિક્ષણ હથિયારના ઘાનો મારો ચલાવી બંનેને મોતને ઘાટ ઉતારી દિધા છે. શિવાભાઈના માથા, ચહેરા અને હાથના ભાગે રહેલી ઈજાઓ પરથી જણાય છે કે હત્યારાઓએ નિર્દયી રીતે તેમના પર ધારીયા જેવા હથિયાર વડે ઘા માર્યા છે. જ્યારે વસંતબહેનના પેટના ભાગને હત્યારાઓએ હથિયારથી ફાડી નાખ્યો હોય તેમ જણાય છે. જેના કારણે વસંતબહેનના પેટના આંતરડા પણ બહાર નિકળી ગયા છે.


- Advertisement -

ઘટના સ્થળે જે પ્રકારે શિવાભાઈ અને વસંતભાઈના મૃતદેહ જોવા મળી રહ્યા છે તેને જોતા જણાય છે કે હુમલાખોરે પહેલા શિવાભાઈ પર હુમલો કર્યો હશે. આ હુમલાના કારણે વસંતબેન ઉઠી ગયા હશે અને હુમલાથી બચવા પ્રતિકાર કરવા બેઠા થયા હશે તે સાથે જ હુમલાખોરે તેમને પણ હથિયારો વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દિધા હશે.



આ ઘટના સંદર્ભે LCB PI ભાવેશ સિંગરખીયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, હાલ પોલીસે એફ.એસ.એલ.ની ટીમને જાણ કરી ઘટના સ્થળે બોલાવી છે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ હત્યાનો સમયગાળો કે હત્યારા વિશે કોઈ વિગતો મળી નથી પોલીસ દ્વારા પુછપરછ અને મોબાઈલની કોલ ડિટેઈલની તપાસ ચાલી રહી છે. પરંતુ નવજીવનના સુત્રો જણાવે છે કે પિતા ફોન નહીં ઉઠાવતા હોય પુત્ર સંજયસિંહે પાલીતાણાથી કોઈને જાણ કરી ત્યારે તપાસ કરતા પિતા શિવાભાઈ અને માતા વસંતબહેનની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. જેના કારણે માનવમાં આવે છે કે હત્યા ગતરોજ થઈ હોય શકે છે.

- Advertisement -


મળતી વિગતો અનુસાર દંપતી ત્રણ સંતાનો ધરાવે છે અને પીંગળી ગામ ખાતે વાડી વિસ્તારમાં રહે છે. જેમાં તેમનો એક પુત્ર પોલીસ વિભાગમાં જ્યારે અન્ય એક પુત્ર સંજયસિંહ પાલીતાણા આરોગ્ય આરોગ્ય વિભાગમાં નોકરી કરી રહ્યો છે. હાલ પોલીસ આ હત્યા કોણે કરી, શા માટે કરી અને કેવી રીતે કરી તે દિશામાં તપાસ કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular