Tuesday, February 3, 2026
HomeGujaratનવસારી: ઉતાવળે ટ્રેન પકડવા જતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, ચાલુ ટ્રેને...

નવસારી: ઉતાવળે ટ્રેન પકડવા જતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, ચાલુ ટ્રેને ચઢવા જતા પગ લપસતા યુવાનનું મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવસારી: Navsari News: અવાર-નવાર લોકો ઝડપથી ટ્રેનમાં ચઢવા અથવા ઉતરવા જતા પગ લપસી જતા નીટે પટકાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ આજરોજ નવસારી રેલ્વે સ્ટેશન (Navsari Railway Station) પર બન્યો હતો, જ્યા એક યુવાન ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં તેનો પગ લપસ્યો હતો અને પડી ગયો હતો. જેના કારણે યુવકનું મૃત્યુ થયું હતું. મોટાભાગના લોકો સુરતમાં ધંધા વ્યાપાર માટે સવારથી સાંજ ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે. ત્યારે સમયસર નોકરી પહોંચવાની ઉતાવળમાં અને ક્યારેક ટ્રેનમાં જલદી જગ્યા મળવાની ઉતાવળમાં કેટલાક મુસાફરો ચાલુ ટ્રેનમાં ચઢી જવાનો પ્રયત્ન કરતાં હોય છે અને જાણી જોઈને જીવને જોખમ ઊભું કરતા હોય છે. ત્યારે આજરોજ નવસારી રેલ્વે સ્ટેશન પર એક યુવાન કે જે નવસારીથી સુરત ટ્રેનમાં (Navsari to Surat Train) અપડાઉન કરતો હતો, તે ટ્રેનમાં ઝડપથી ચઢવા જતા તેનો અચાનક પગ લપસી જતા તે ટ્રેનની નીચે પટકાયો હતો.

આ દરમિયાન પ્લેફોર્મ પર રહેલા અન્ય મુસાફરોએ સમય સુચકતા વાપરીને ટ્રેક પરથી નીચે ઉતરીને તે યુવાનને બહાર કાઢ્યો હતો. તેમજ 108ને પણ જાણ કરી દેતા એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તુરંત આવી પહોંચી હતી. યુવાનને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે જીવિત હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવીને તેને પ્રાથમિક સારવાર આપે તે પહેલા જ આ યુવાને પ્લેટફોર્મ પર જ દમ તોડી દીધો હતો.

- Advertisement -

જો કે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાદમાં તે યુવાનને CPR આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તેઓને નિષ્ફળતા સાંપડી હતી. કારણ કે યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે આ મામલે રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે તે યુવાન કોણ છે, ક્યાંનો રહેવાસી છે દિશામાં ગુજરાત રેલ્વે પોલીસે યુવાનની ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે નવસારીના રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 અને પ્લેટફોર્મ 2 વચ્ચે બેરિયર ન હોવાથી મોટાભાગના અપડાઉન કરતા મુસાફરો ઝડપથી ટ્રેન પકડવાના ચક્કરમાં રોંગ સાઈડથી ટ્રેનમાં ચડી જતા હોય છે. સાથે જ જીવનું જોખમ ઊભું કરતા હોય છે. ત્યારે આવા અકસ્માતને નિવારવા માટે રેલ્વે વિભાગ આ કાયમી સમસ્યાનું નિવારણ લાવવા માટે વિચારણા હાથ ધરે તેવી મુસાફરોની પ્રબળ માગ ઉઠી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular