Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કન્ટેનર પલટી મારતા 10 કિલોમીટર સુધી ચક્કાજામના...

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કન્ટેનર પલટી મારતા 10 કિલોમીટર સુધી ચક્કાજામના દૃશ્યો સર્જાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ-મુંબઈ હાઈવે (Ahmedabad – Mumbai highway) પર સવારના સમયે માલવાહક કન્ટેનર પલટી ખાઈ (container Overturned) જતા હાઈવે પર 10 કિલોમીટર જેટલો ટ્રાફિક (Traffic Jam) સમ્રગ હાઈવે પર જોવા મળી રહ્યો છે. કન્ટેનર પલટી ખાઈ જતા આખો રસ્તો ચોકપ થઈ ગયો છે. જેને લઈ હજારો વાહનોના પૈડા થંભી ગયા છે. સમ્રગ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. વાહનચાલકોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસનો કાફલો પણ હાલ હાઈવે પર ટ્રાફિક નિયમન કરવાનું કામ કરી રહ્યો છે. તેમજ ક્રેન મારફતે કન્ટેનરને સાઈડમાં ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનાને પગલે વડોદરા કરજણ જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે. જેને લઈ વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે બામણ ગામ પાસેથી પસાર થતા કન્ટેનરનું અચાનક ટાયર નીકળી જતા કેન્ટનર પલટી ખાઈ ગયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ વાહનચાલકો આજુબાજુ ન હોવાથી દુર્ઘટના બનતી ટળી છે. કન્ટેનર પલટી ખાઈ જવાને કારણે આખો એક સાઈડનો રસ્તો બંધ થઈ ગયો હતો જેના પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો છે. જેના પગલે સમ્રગ હાઈવે પર વાહન વ્યહાર ખોરવાયો છે. હાઈવે પર કતાર બંધ હજારો વાહનો ઉભા જોવા મળી રહ્યા છે. ભારે ટ્રાફિકના કારણે વાહન ચાલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કલાકોથી લોકો ટ્રાફિકમાં અટવાયા છે.

- Advertisement -

ટ્રાફિક જામના પગલે વાહન ચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બામણ ગામ બ્રિજ પર આ પ્રકારની ઘટના બનતા હાઈવે પરનો વાહન વ્યહાર પૂરેપૂરો ઠપ થઈ ગયો છે. તેમજ કન્ટેનરના 4થી 6 જેટલા ટાયર અચનાક જ નીકળી ગયા હતા. જેના કારણે કન્ટેનર પલટી ખાઈ જતા આખો હાઈવે બંધ થઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા ક્રેન મારફતે કન્ટેનરને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular