Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવડોદરામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયું ઘર્ષણ, જાણો શું હતો મામલો

વડોદરામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયું ઘર્ષણ, જાણો શું હતો મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Clash : વડોદરામાં ફરી એકવાર કોમી જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. વડોદરાના (Vadodara) વાડી વિસ્તારમાં રંગમહાલ ચબૂતરા પાસે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને જૂથો વચ્ચે મામલો બિચકતા સામ-સામે પથ્થરોમારો (Stone Pelting) થયો હતો, જેના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પાણીગેટ પોલીસનો (Panigate police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પથ્થમારાની ઘટના પર નિંયત્રણ મેળવી ટોળાને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. કોમી જૂથ અથડામણની (Group Clash) ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથધર્યા હતા. પથ્થમારાની ઘટનામાં પાણીગેટ પોલીસે હાલ 8 લોકોની અટકાયત કરી છે અને તેમની સામે રાયોટિંગનો (Riots) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, એક યુવક ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં વડોદરાના વાડી વિસ્તારમાં રંગમહાલ ચબૂતરા પાસેથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં અન્ય સમુદાયના લોકોએ યુવકને ‘અહીં ચડ્ડા પહેરીને નીકળવાનું નહીં’ તેવું કહેતા મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા વાત મારમારી સુધી પહોંચી હતી. જેમાં બંને સમુદાયના ટોળા સામ-સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થમારાના ઘટનાની જાણ પોલીસને થતાં પાણીગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટિયર ગેસના સેલ છોડી હિંસક બનેલા ટોળાઓને કાબૂમાં લીધા હતા. ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં ACP-DCP કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શાંતિ હડોળવાનારા તત્વોની શોધખોળ શરૂ કરી હતી. પથ્થમારાની ઘટના બાદ વાડી વિસ્તાર આખો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો અને પોલીસે આખી રાત કોમ્બિંગ કરી 8 જેટલા લોકોની અટકાયત કરી છે. તેમની સામે રાયોટિંગનો ગુનો નોંધી આ પથ્થમારામાં સંડોવાયેલા બંને જૂથના લોકોની અટકાયત માટે તપાસ તેજ કરી છે.

- Advertisement -

આ અંગે વડોદરા શહેર ઝોન-3ના DCP યશપાલ જગણીયાએ આ ઘટના પર નિવેનદ આપતા જણાવ્યું હતું કે, બે ત્રણ લોકોની અંદરો અંદરની માથકૂટના કારણે આ ઘટના ઘટી હોવાની માહિતી મળી છે. જે વ્યક્તિનો ઝઘડો થયો હતો, તેને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા, કોઈ મોટો બનાવ બન્યો નથી. આમ DCPએ પથ્થમારો થયો ન હોવાની વાત જણાવી હતી, તેમજ અંદરોઅંદરનો ઝઘડો હોવાની માહિતી આપી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular