નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં દર દિવસે રોડ અકસ્માતમાં (Road Accident) અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કેટલાક લોકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તે વચ્ચે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સુરતના (Surat) લાજપોર ચોકડી પાસેથી સામે આવી છે. હાઈવે પર બંધ ટ્રેલરની પાછળ બાઈક પર જઈ રહેલા યુવાનો ઘૂસી જતા બંને યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માતના (Accident) પગલે સચિન પોલીસની (Sachin Police) ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને યુવાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જેમાં ટ્રેલરના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે, જેના પગલે સચિન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી ટ્રેલર ચાલકની ધરપકડ કરવા તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગતરાત્રિએ 10 વાગ્યાના અરસામાં સુરતના લાજપોર ચોકડી પાસેથી અકસ્માતની ઘટના સામે આવી છે, બે યુવાનો સુરત સચિન GIDCમાંથી નોકરી પતાવી નવસારી પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન લાજપોર ચોકડી પાસે એક બંધ ટ્રેલર ઊભું હતું. અંધારું હોવાથી બાઈકચાલકને ટ્રેલર ન દેખાતા તેઓ ટ્રેલરમાં ઘૂસી ગયા હતા અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ અકસ્માતના એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ સચિન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને યુવાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા.
પોલીસે બંને મૃતદેહની જાણ મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને આક્સ્મિક યુવકના મૃત્યુથી પરિવાર શોક ગરકાવ બન્યો હતો. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ મૃતક બાઈકચાલક મયૂર પટેલ, તેમજ પાછળ બેઠેલો મિત્ર મનોજ કંડારીનું પણ મૃત્યુ થયું હતું. બંને યુવક નવસારીના રહેવાસી છે અને નિત્યક્રમે પ્રમાણે નોકરી પતાવી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ મામલે પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








