નવજીવન ન્યૂઝ. ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) દેવબંદમાં ભીમસેનાના વડા ચંદ્રશેખર આઝાદ રાવણ (Chandrashekhar Azad Ravan) પર સાંજના સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિઓએ ચંદ્રશેખરની કાર પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ચંદ્રશેખર આઝાદને કમરના ભાગે ગોળી વાગતા ઈજાઓ પહોંચી છે. હાલ તેમને સારવાર માટે દેવબંદની સરકારી હોસ્પિટલ મોકલી લઈ જવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે, બીજી તરફ હુમલાખોરો પણ ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ ગોળીબાર કોણે કર્યું અને શું કામ કર્યું તે જાણી શકાયું નથી. તે મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથધરી છે.
મળતી માહિતી અનુસાર, સાંજે 5 વાગ્યાના અરસામાં ભીમસેનાના વડા ચંદ્રશેખર આઝાદ રાવણ એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન દેવબંદમાં ગાંધી કોલોની પાસે બે અજાણ્યા યુવકોએ ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેમને કમરના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી હતી. હુમાલખોરો ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ચંદ્રશેખર આઝાદને દેવબંદની નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હુમલાખોરની તપાસ હાથધરી છે. ભીમસેનાના વડા ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગની ઘટનાના સમાચાર મળતા કાર્યકર્તાઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલે SSP બિપીન તાડાએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ભીમસેનાના વડા ચંદ્રશેખર આઝાદ પર બંદૂક લઈને આવેલા બે જેટલા યુવકોએ ફાયરિંગ કર્યું છે. હુમલા દરમિયાન ચંદ્રશેખર આઝાદને ઈજા પહોંચી છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની સાથે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને હુમલાખોરોને પકડી પાડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








