Thursday, April 16, 2026
HomeGujaratબનાસકાંઠામાં દંપતીના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પિતાનો ભોગ લેવાયો

બનાસકાંઠામાં દંપતીના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પિતાનો ભોગ લેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskantha) અમીરગઢમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં છોડવા વચ્ચે પડેલા પિતાનો ભોગ લેવાયા હોવાની ઘટના સામે આવી છે. વાડીમાં દંપતી ઝઘડી રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દંપતી વચ્ચે ઝઘગો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવેલા યુવકે ધોકા લઈ પત્નીને મારવા જતા પિતા તેને રોકવા વચ્ચે પડ્યા હતા. જેમાં પિતાની છાતીના ભાગે ધોકો વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે ફરિયાદીએ અમીરગઢ પોલીસ સ્ટેશન (Amirgarh Police Station) ખાતે મોટા ભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે શુક્રવારે રાત્રે 10 વાગ્યાના સુમારે વાડીમાં ફરિયાદીનો ભાઈ તેની ભાભી સાથે કોઈ બાબતને લઈ ઝઘડો કરી રહ્યો હતો આ બાબતની જાણ ફરિયાદીના પિતાને થતા તેઓ સમાધાન માટે ત્યાં પહોચ્યા હતા. જોકે દંપતી વચ્ચે ઉગ્ર બોલચાલી થતા ઉશ્કેરાયેલા યુવકે પત્નીને ધોકો મારવા જતા પિતા છોડાવવા વચ્ચે પડ્યા હતા. જ્યાં તેમના છાતીના ભાગે ધોકા વાગી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ ફરિયાદીના પિતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. ત્યારે સવારે તેઓ ન ઉઠતા તેમને ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત્યુ જાહેર કર્યા હતા.

- Advertisement -

પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આધેડને બોથડ પર્દાથ વાગતા મૃત્યુ થયું છે. જેના પગલે સમ્રગ મામલે ફરિયાદીને ભાઈના ઝગડાની જાણ થતાં તેણે મોટા ભાઈ વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular