નવજીવન.નવી દિલ્હીઃ યુરોપમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંગળવારે ચેતવણી આપી હતી કે, વિશ્વભરમાં વધતા જતા ઓમાઇક્રોનના કેસો નવા, વધુ ખતરનાક વેરિએન્ટ ઉદભવવાનું જોખમ વધારી શકે છે. જ્યારે આ ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વભરમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે, તે શરૂઆતમાં બીજા વેરિએન્ટ કરતા ઘણો ઓછો ગંભીર લાગે છે અને આશા ઉભી કરી છે કે મહામારી દૂર થઈ શકે છે અને જીવન વધુ સામાન્ય થઈ શકે છે. પરંતુ WHOના વરિષ્ઠ ઈમરજન્સી અધિકારી કેથરિન સ્મોલવુડે સાવચેતીની ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે કોરોનાના વધતા દરની વિપરીત અસર થઈ શકે છે.
“ઓમિક્રોન જેટલું વધુ ફેલાય છે, તે જેટલું વધુ પ્રસારિત થાય છે અને તે વધુ નકલ કરે છે, તેટલી જ તે નવા વેરિએન્ટની સંભાવના વધારે છે. હવે, ઓમિક્રોન ઘાતક છે, તે મૃત્યુનું કારણ બની શકે છે… કદાચ ડેલ્ટા કરતાં થોડું ઓછું હશે, પરંતુ હવે પછીનું વેરિએન્ટ શું કરી શકે છે તે કોણ કહેવાનું છે, આપણે ખૂબ જ ખતરનાક તબક્કામાં છીએ, પશ્ચિમ યુરોપમાં કોરોનાના દરમાં ખૂબ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, અને તેની સંપૂર્ણ અસર હજી સ્પષ્ટ નથી.” સ્મોલવુડે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
સ્મોલવુડે એમ પણ નોંધ્યું હતું કે ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન વેરિએન્ટથી કદાચ વ્યક્તિગત સ્તરે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટ્યું છે પરંતુ, ઓમિક્રોન કેસોની સંખ્યાને કારણે વધુ ખતરો પેદા કરી શકે છે.
“જ્યારે તમે જુઓ છો કે કેસોમાં આટલો નોંધપાત્ર વધારો થાય છે, ત્યારે આ બીમારીથી વધુ લોકો સંક્રમીત થઈ શકે છે, હોસ્પિટલમાં દાખલ થાય છે અને સંભવત: મૃત્યુ પામે છે,” તેમણએ ઉમેર્યુ હતુ.
![]() |
![]() |
![]() |











