નવજીવન.ભરૂચ: ભરૂચમાં આવેલી સરકારી પોલીટેકનીકમાં અભ્યાસ કરતા એક યુવકને કોલેજના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોલેજના કેમ્પસમાં લાફા મારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોલેજમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ ઘટનાના પડઘા NSUIના કાર્યલય સુધી પહોંચ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે કોલજના કેમ્પસમાં બેસવા બાબતે કોલેજના સિક્યુરિટી ગાર્ડ અને 17 વર્ષના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રવિન્દ્રનાથ યોગેન્દ્રસિંહ યાદવ વચ્ચે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ આ સિક્યુરિટી ગાર્ડે વાતચીતની વચ્ચે જ આ યુવકને લાફા મારવાનું શરૂ કરી દીધુ હતું. કોલેજમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડીને આ યુવકને છોડાવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં NSUIના આગેવાનોએ કોલેજના પ્રશાસન સાથે મુલાકાત કરી હતી અને આગામી સમયમાં ફરી આવી ઘટના ન બને તેની બાંહેધરી લીધી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી હતી. જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો કોલેજ બંધ કરાવાની પણ ચીમકી આપી છે.
— Navajivan (@NavajivanNews) January 4, 2022
![]() |
![]() |
![]() |











