નવજીવન ન્યૂઝ. વડોદરા: Stray Cattle Menace : ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ઘૂંટણીયે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેર હોય કે ગામ રખડતા ઢોરના આતંકથી લોકોના મૃત્યુ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટની (Gujarat High Court) સરકારને કઠોર ટકોર બાદ પણ સ્થિતિ ઠેરને ઠેર જોવા મળી રહી છે. જેના કારણે કહી શકાય કે, તંત્રની રખડતા ઢોર પકડવાની કામગીરી નબળી છે. તે વચ્ચે વડોદરામાં (Vadodara) રખડતા ઢોરના (Stray Cattle Attack) કારણે વધુ એક વૃદ્વનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિ એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન રખડતાં ઢોરે વૃદ્ધને ભેટી મારી હતી. જેના કારણે તેઓ એક્ટિવા પરથી જમીન પટકાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ વૃદ્વની મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તેમને સયાજીરાવ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે ફરજના તબીબે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા.
બનાવની વિગત મુજબ, આજરોજ સવારે 8 વાગ્યાના અરસામાં વડોદરાના અલકાપુરી પોલીસ ચોકી પાસેથી વુદ્ઘ એકટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર રખડતાં ઢોરે વૃદ્વને ભેટી મારી હતી. જેના કારણે વુદ્વ ચાલુ એકટિવાએ જમીન પર પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ વૃદ્ઘની મદદ દોડી આવ્યા હતા અને તાત્કાલિક એબ્યુલેન્સ મારફતે સારવાર માટે SSG હોસ્પિટલ મોકલી આપ્યા હતા. વુદ્ઘને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ વૃદ્ઘ પરિવારજનોને કરવામાં આવતા પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારમાં મોભીના મૃત્યુથી શોકનો માહોલ છવાયો હતો. ઘટનાને લઈ પરિવારજનો પણ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રખડતા ઢોર કામગીરી સામે નક્કર કાર્યવાહી કરવા માગ કરી છે જેના કારણે ભવિષ્યમાં કોઈ અન્યને જીવ ગુમાવવો ન પડે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








