નવજીવન ન્યૂઝ. કડી: રોડ-રસ્તા પર અવાર-નવાર કારમાં આગ લાગવાની ઘટનાના દૃશ્યો જોવા મળતા હોય છે. મોટા ભાગે ઉનાળામાં ગરમીના કારણે કારમાં આગની ધટના વધી રહી છે. તેવામાં આજે સવારે કડીના (Kadi) દેત્રોજ રોડ પર આવેલા જય અંબે પેટ્રોલ પંપ નજીક ગેસ (CNG Gas) પુરાવવા આવેલી સફેદ કલરની GJ 24 K 2565 નંબરની I10 કારમાં આગ (Car Fire) લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના બનતા આસપાસના લોકોએ નગરપાલીકાના ફાયર વિભાગને જાણ કરી હતી. તે દરમિયાન પેટ્રોલપંપના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સંસાધનોની મદદથી આગને કાબુ લેવાના પ્રયત્નો કર્યા હતા.
મળતી વિગતો મુજબ, મહેસાણા જીલ્લાનાં કડી-દેત્રોજ રોડ પર આવેલા જય અંબે પેટ્રોલ પંપ પર આજે સવારે એક કાર ચાલક પોતાની સફેદ કલરની હ્યુન્ડાઈ I10 કાર લઈ ગેસ સ્ટેશન પર ગેસ પુરાવવા ગયા હતા, તે દરમિયાન કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની ધટના બનતા સમય સૂચકતા વાપરી કારમાં બેસેલા વ્યક્તિઓ કારની બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી. આ દરમિયાન પેટ્રોલ પાપ પર હાજર કર્મચારીઓએ કડી નગરપાલીકાના ફાયર વિભાગને જાણ કરી કારને લાગેલી આગને કાબુમાં લેવા ફાયર એક્સ્ટિંગ્યુસર દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બાબતે કડી નગરપાલીકાના ફાયર ઓફીસર પરેશ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જય અંબે પેટ્રોલ પંપ પર આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તરત અમે ફાયર વિભાગનું વાહન મોકલી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. તેમણે વઘુમાં કહ્યું હતું કે, પટેલ સચીનની GJ 24 K 2565 નેબરની હ્યુન્ડાઈની સફેદ કલરની I10 કારમાં આગ શોટ સર્કીટના કારણો લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઈનપુટ: તોફિક ઘાંચી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








