નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાંથી ગઈકાલે પસાર થયેલા બિપોરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસરના પગલે ઉત્તર ગુજરાતના (North Gujarat) જુદા-જુદા વિસ્તારોમાં અનરાધાર વરસાદ (Heavy Rainfall) વરસી રહ્યો છે, જેને કારણે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત બન્યુ છે. પાટણ, બનાસકાંઠા, સબારકાંઠા અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર-ઠેર પાણી ભરાયું છે, હાઈવે પર પણ પાણી ભરાયું છે. જેને લઈ રસ્તાઓની વિઝીબિલીટી ઘટી છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યો છે. હજુ બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી જ ભારે વરસાદી વરસી રહ્યો છે. નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યું છે. વિઝીબિલીટી ઘટડો નોંધતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત 18 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. નદીઓ ગાંડીતૂર બની બેકાંઠે વહી રહી છે. હાલ આ પ્રકારના દૃશ્ય સામે આવતા ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે ઉત્તર ગુજરાતમાંથી પસાર થયેલા બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ખાનાખરાબી સર્જી છે. બનાસકાંઠા પાસે આવેલા રણમાં પાણી ભરાઈ જતા દરિયા જેવી સ્થિતનું નિર્માણ થયું હતું અને આગરિયાઓને મોટાપાયે નુકશાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 કલાકમાં મોડાસામાં 3 ઈંચ, ધનુસરામાં 2.5 ઈંચ, ભિલોડામાં 1.5 ઇંચ, બનાસકાંઠામાં 3 ઈંચ, પાટણમાં 2.5 ઇંચ, માલપુર 1.5 ઇંચ અને મહિસગારમાં 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
પાટણના સંતાલપુરમાં ધોધમાર વરસાદના કારણે અત્યાર સુધી લાખો ટન મીઠા પર પાણી ફરી વળ્યું છે. આગરિયાઓને ભારે નુકશાન થયું છે. લાખો ટન મીઠું રણમાં પાણીના ધોધમાં વહી જતા અગરિયાઓની સ્થિતિ વકરી છે. છેલ્લા આઠ મહિનાથી આગરિયાઓ મીઠું પકવી રહ્યા, પરંતુ એક જ ઝાટકે આ મહેનત પર પાણી ફરી વળ્યું છે.
અમદાવાદમાં પણ બિપોરજોય વાવાઝોડાના કારણે થોડી અસર જોવા મળી રહી છે. ગતરોજથી વાતવરણ વરસાદી બન્યો છે. રાતના સમયએ પણ વરસાદી ઝાપટું જોવા મળ્યુ હતુ. અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી પૂરઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








