નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં હનીટ્રેપના ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. તેમ છતાં લોકો આવા હનીટ્રેપનો આજે પણ શિકાર બની રહ્યા છે. આજે અમદાવાદમાં (Ahmedabad) વધુ એક હનીટ્રેપની (Honey Trap) ઘટના સામે આવી છે. એક ડૉકટર (Doctor) હનીટ્રેપની ઘટનાનો શિકાર બન્યા છે. આરોપી મહિલા દર્દી બની ડૉકટર પાસે ગઈ હતી, અવાર-નવાર આરોપી મહિલા હોસ્પિટલમાં જતા ડૉકટર સાથે મિત્રતા બંધાઈ હતી. આરોપી એપોઇન્ટમેન્ટના બહાને મહિલાએ ડૉકટરનો નંબર મેળવી મેસેજ કરી વોટ્સએપ કોલ પર વાત કરતી હતી. સમય જતા બંને વચ્ચે શારિરીક સબંધો પણ બંધાયા હતા. આરોપી મહિલા ફરિયાદીના ઘરે હતી, ત્યારે તેણે ટોળકીના અન્ય વ્યક્તિઓને પણ ત્યાં બોલાવ્યા હતા. તે દરમિયાન ટોળકીના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આ ટોળકીના લોકોએ ફરિયાદીને ઢોર માર મારી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી પૈસા નહીં આપે તો ખોટા બળત્કારના કેસમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમ્રગ મામલે ફરિયાદીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં (Chandkheda Police Station) 7 લોકો સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદી નડિયાદમાં ઓર્થેપેડિક હોસ્પિટલ ધરાવે છે અને પોતે સર્જન છે. 10 જૂનના રોજ તેમની હોસ્પિટલમાં સેજલ નામની મહિલા પંજામાં દુખવાની ફરિયાદ સાથે આવી હતી. ત્યાર બાદ તેણે ફરિયાદી પાસે એપોઇન્મેન્ટ માટે નંબર લીધો હતો. અવાર-નવાર મહિલા ફરિયાદી સાથે વોટ્સએપ કરી વાતચીત કરતી હતી અને બંને અમદાવાદમાં મળતા પણ હતા. એક દિવસ સેજલે કેનેડા જવાનું છે, પૈસાની જરૂર છે, તેવું કહી ફરિયાદી પાસેથી 50 હજારની માગણી કરી હતી. ફરિયાદીએ 50 હજાર રૂપિયા આપ્યા પણ હતા. 13 જૂનના રોજ ફરિયાદી અને સેજલ ફરિયાદીના જૂના ઘરે હતા, ત્યારે રાત્રે 11 વાગ્યાના અરસામાં બે માણસો ફરિયાદીના ઘરે આવ્યા હતા. મારી બહેન સેજલ અંદર છે તેવું કહેતા ફરિયાદી અને સેજલ વચ્ચે માથકૂટ થઈ હતી. ત્યાર બાદ આરોપી જગદીશ વછેટાએ પોતાની ઓળખ સેજલના ભાઈ તરીકે આપી હતી. ટોળકીના અન્ય માણસોને પણ બોલાવી લીધા હતા.
ટોળકી બધા માણસોએ ભેગા મળી ફરિયાદીને ઢોર માર માર્યો હતો અને 50 રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી પૈસા નહીં આપે તો ખોટા બળત્કારના કેસમાં ફસાવી દેવા અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ટોળકીએ ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા માગ્યા હતા. બાદમાં ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા 15 લાખ રૂપિયા માગ્યા હતા. આ મામલે ટોળકીના એક વ્યક્તિ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફરિયાદી પોલીસ વાન બેસાડી ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈને આવી હતી.
સમ્રગ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ પુરાવા રજૂ કરી તેની સાથે હનીટ્રેપની ઘટના થઈ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ આરોપી સેજલ ડાંગર, મહેશ વાઘેલા, નિતીન મકવાણા, રવિન્દ્ર ગોહિલ, જિગ્નેશ શ્રીમાળી, રોહન વછેટ અને અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








