Tuesday, June 23, 2026
HomeGujaratકડીમાં નજીવી બાબતે થયેલી માથકૂટમાં યુવક પર છરી વડે હુમલો કરી આરોપીઓ...

કડીમાં નજીવી બાબતે થયેલી માથકૂટમાં યુવક પર છરી વડે હુમલો કરી આરોપીઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: મહેસાણા (mehsana) જિલ્લાના કડીમાં (Kadi) દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગુનેગારો એટલા બેફામ બન્યા છે કે કોઈના પર જીવલેણ હુમલો કરવામાં પણ ખચકાઈ રહ્યા નથી. ત્યારે વધુ એક જીવલેણ હુમલાની ઘટના કડીના નંદાસણમાંથી (Nandasan) સામે આવી છે. જેમાં આરોપીએ રિક્ષાચાલક સાથે કોઈ બાબાતને ઝઘડો કર્યો હતો અને બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાઈને આરોપીએ રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો અને આટલાથી ન અટકાતા તેણે પોતાની પાસે રહેલી છરી વડે રિક્ષાચાલક પર હુમલો કર્યો હતો. જેથી રિક્ષાચાલક બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.ભીડ એકત્રિત થઈ જતાં હુમલોખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં રિક્ષાચાલકને કડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રિક્ષાચાલકે આરોપી સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી અબ્દુલ રહેમાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ બુધવારે 3 વાગ્યાના અરસામાં રિક્ષા લઈને નંદાસણ સર્કલથી ઉમાનગર તરફ રિક્ષામાં ગેસ ભરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મેલડી માતાના મંદિર પાસે બમ્પર આવતા રિક્ષાચલાકે બ્રેક મારી હતી. તે સમયે સામેથી સચિન ગૌસ્વામી અને તેનો મિત્ર મોપેડ પર આવી રહ્યા હતા. તેમણે ફરિયાદીને ઉભો રાખી અભદ્ર ગાળો ભાંડી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા બંને વ્યકિતઓ ઉશ્કેરાયા હતા અને ફરિયાદીને ઢોરમાર મારવા લાગ્યા હતા. આટલાથી ન અટકાતા સચિન ગોસ્વામીએ ફરિયાદીની છાતીના ભાગે છરી મારી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.

- Advertisement -

લોકો દ્વારા ઈજાગ્રસ્ત ફરિયાદીને એમ્બયુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે કડીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદીએ સમ્રગ મામલે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હુમલો કરવા અને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ફરિયાદી નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપી પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular