નવજીવન ન્યૂઝ. દ્વારકા: Dwarka News: ગુજરાતમાં બિપોરજોય વાવઝોડું (Cyclone Biparjoy) રૌદ્ર સ્વરૂપ ધારણ કરી આગળ વધી રહ્યું છે. જેને લઈ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ચિંતાના વાદળો ઘેરાયા છે. તે વચ્ચે દ્વારકાધીશના મંદિરે (Dwarkadhish Temple) ચઢાવવામાં આવેલી બે ધજા ભારે પવન કારણે ખંડિત (flag damaged) થઈ છે. ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. ભગવાન દ્વારકાધીશની ઘજા ખંડિત થવી પૈરાણિક માન્યાતા મુજબ ભારે નુકશાનનું સંકેત આપે છે. એટલે બિપોરજોય વાવઝોડું ગુજરાતમાં ભારે તારાજી સર્જી શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જેમ-જેમ વાવઝોડું ગુજરાત તરફ આગળી વધી રહ્યું છે, તેમ તે અતિ પ્રચંડ બની રહ્યું છે. ત્રણ દિવસ અગાઉ દ્વારકાધીશના મંદિરે બે ધજા ચઢાવામાં આવી હતી. આ ધજા ચઢાવાથી આવનારી આફત ટાળી જાય તેવી ભક્તોમાં માન્યતા છે. આજે ભારે પવનના કારણે ધજા ખંડિત થતાં ભગવાન દ્વારકાધીશે ભારે નુકશાનની ભિતીના સંકેત આપ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા ગુજરાતના તમામ દરિયાકિનારે આવેલા ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. દરિયાનકાંઠે વસવાટ કરતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં થોડા વર્ષ પહેલા આવેલા તૌક્તે વાવઝોડાની આફત ત્રાટકી હતી. તે દરમિયાન પણ દ્વારકાધીશ મંદિર ખાતે ધજા ચડાવામાં આવી હતી, જેના કારણે સંકટ ટળી જવાની લોકમાન્યતા હતી. આવી જ રીતે આ વખતે બિપોરજોય વાવઝોડાના પગલે બે ધજા ચઢાવવામાં આવી હતી. વાવઝોડું હવે દ્વારકાથી નજીક હોવાનું સેટેલાઈટ ઇમેજમાં દેખાઈ રહ્યું છે. સંભવિત વાવઝોડામાં લોકોને નુકશાન ન થાય તેવા પ્રત્યનો સાથે દ્વારકા ખાતે NDRF, SDRF અને મરીન સહિતની એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં 24 કલાક ખડેપગે ઉભા છે. દરિયાકિનારા પાસે કોઈ ન આવે તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
હવામાન નિષ્ણાંતો મુજબ બિપેરજોય વાવઝોડું તૌક્તે વાવઝોડા કરતા વધારે શક્તિશાળી અને નુકશાન સર્જી તે પ્રકારનું છે. આ વાવઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં થવાની છે. વાવઝોડની અસરના પગલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારથી નદી-નાળાઓ ઓવરફ્લો થયા છે. હવામાન વિભાગ દ્વારા 16 જૂન સુધી અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદર, ગીર-સોમનાથ, જામનગર, દ્વારકા, કચ્છ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગહી કરવામાં આવી છે.
TAG: dwarkadhish temple flag damaged, cyclone biparjoy updates
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








