Wednesday, April 29, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પોલીસના નાક નીચે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર SMCનો સપાટો

અમદાવાદ પોલીસના નાક નીચે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર SMCનો સપાટો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ગાંધીનગરની સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે અમદાવાદમાં સ્થાનિક પોલીસના (Ahmedabad Police) નાક નીચે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ (Liquor Den) પર દરોડો પાડી સ્થાનિક પોલીસ અને બુટલેગરની મિલભગતનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેફામ ધમધમી રહી હતી. મોડી રાત્રે સ્ટેટ મનોટરિંગ સેલ (SMC Raid) દ્વારા વટવા ગામના ચુનારા વાસમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી 108 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2 આરોપીને વોટેન્ડ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરની સ્ટેટ મનોટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ચુનારાવાસમાં કેટલાક સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જે બાતમીના આધારે ગતરોજ સોમવારે મોડી રાત્રે સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે દરોડો પાડતા દેશી દારૂ બનાવાની પ્રક્રિયા ચાલી રહી હતી. SMCની ટીમે સ્થળ પરથી 108 લીટર દેશદારૂનો જથ્થો, 4 વોટર પંપ, 13 ગેસ સિલન્ડર, 107 જેટલા પ્લાસ્ટિકના બેરલો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સ્થળ પરથી 3 આરોપી બુટલેગરોની ધરપકડ કરી છે અને રેડ દરમિયાન ભાગી ગયેલા બે આરોપી રાજુ ચુનારા ,બાવા ચુનારાને વોટેન્ડ જાહેર કર્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દેશી દારૂની ભઠ્ઠીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના દોઢ કિલોમીટરના વિસ્તારમાં બેફામ ધમધમી રહી હતી. જેમાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ બનાવવા આવી રહ્યો હતો. આ કોઈ ગામડામાં નહીં પણ અમદાવાદ જેવા શહેરમાં બુટલેગરો કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાયાની ઘટના બાદ સ્થાનિક પોલીસ કામગીરી શંકાના દાયરા જોવા મળી રહી છે. તેમજ સવાલો પણ ઉઠી રહ્યા છે શું વટવા પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓથી અજાણ હતી કે પછી સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ ભઠ્ઠીઓ એટલી બેફામ બની હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular