Friday, May 1, 2026
HomeGeneralઅંકલેશ્વરમાં કંપારી છોડાવી દેનારી ઘટનાઃ મુકબધીર પુત્ર ભીખ માગવાની લારી પર માતાના...

અંકલેશ્વરમાં કંપારી છોડાવી દેનારી ઘટનાઃ મુકબધીર પુત્ર ભીખ માગવાની લારી પર માતાના મૃતદેહને લઈ નીકળ્યો સ્મશાન ભણી.. Video

- Advertisement -

નવજીવન ભરુચ: નવજીવન ભરુચ: ભરુચમાં એક અત્યંત કરુણ ઘટના બની છે જેમાં એક મૂકબધિર પુત્રએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કરવા માટે નાનાપૈડાં પર પાટિયું મૂકીને માતાનો મૃતદેહ દોરડા સાથે બાંધીને સંઘર્ષ કરી સ્મશાન લઈને આવ્યો હતો. જ્યાં યુવક પોતાની માતાના મૃત્યુ પર બે શબ્દો બોલવામાં પણ અસક્ષમ છે, કાનેથી સાંભળી શક્તો નથી તેમ છત્તાં તેણે પુત્ર તરીકેની જવાબદારી પુરી કરી પરંતુ ત્યાં હાજર આપણા સમાજના મોટાભાગનાઓના કાને તે પીડા પહોંચી નહીં. જોકે રોડ ઉપર માતાના મૃતદેહને આવી રીતે લઈ જતા યુવકને જોઈ લોકો પણ બે ઘડી અવાક થઈ ગયા હતા. તેમાંથી બાદમાં કેટલાક લોકોના હૃદય સુધી આ પીડાનો અવાજ પહોંચ્યો અને મદદ કરવા પણ આગળ આવ્યા અને અંતિમવિધિ પુરી કરી તે પછી પુત્ર પોક મુકીને રડ્યો.

માહિતી અનુસાર, ભરુચના અંકલેશ્વરમાં શ્રમજીવી મૂકબધિરના માતાનું અવસાન થતા મુસીબતમાં મૂકાયો હતો. અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ સાથે ન હોવાથી એકલો જ માતાના મૃતદેહને પૈડાંવાળી ગાડી કરીને રોડ પરથી ઢસડીને લઈ જતો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ ભાવુક થઈ ગયા હતા અને તેની મદદ કરવા માટે પહોંચ્યા હતા. જો કે જન્મથી જ મા શબ્દ પણ બોલી ન શકેલા યુવાનને પોતાની માતાની અંતિમ વિધિ કરવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.

- Advertisement -



ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મુકબધીર યુવાને માતાના મૃતદેહની અંતિમક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના વિડીયોએ કેટલાયના હૃદય હચમચાવી દીધા છે. જોકે આ મુકબધીર યુવાન જ્યારે માતાને ભિક્ષા માંગવાની હાથ ગાડી ઉપર સુવાડી હાથ ગાડી ખેંચતો અંકલેશ્વરથી ભરૂચ તરફ એક એક ડગ માંડતો હતો ત્યારે તેની લાચારી અને મુકબધીરતાને માર્ગ પરથી પસાર થતા અને નજરે જોનાર હજારો માનવો પણ વાચા આપી નહીં શકી માત્ર મુકપ્રેશક જ બની રહ્યાં હતાં. આખરે કોઈ રાહદારી દ્વારા સામાજીક કાર્યકર અને સ્મશાનના સંચાલકને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. માતાના શબને હાથ ગાડી ઉપર ખેંચતો ખેંચતો મુકબધીર પુત્ર અંકલેશ્વરથી ભરૂચ કોવિડ સ્મશાન સમીપ કેટલાક કિલોમીટર કાપી ચુક્યો હતો. આખરે કોવીડ સ્મશાનમાં યુવાનની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી યુવક પોક મુકીને રડી પડ્યો હતો.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular