Sunday, May 24, 2026
HomeGujaratઆતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા આરોપીએ કર્યા ગુજરાત ATS સમક્ષ મોટા...

આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા આરોપીએ કર્યા ગુજરાત ATS સમક્ષ મોટા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પોરબંદર: Gujarat ATS ISKP Module : ગુજરાત ATSએ શુક્રવારે સાંજે પોરબંદરના (Porbandar) કોસ્ટલ એરિયામાં બાતમીના આધારે દરોડો પાડી 3 શંકાસ્પદ યુવકોને પકડી લીધા હતા. જે શંકાસ્પદોની પૂછપરછ કરતા તેઓ આંતકી મોડ્યૂલ ISKP સંગઠન સાથે સંકળાયેલા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ATSએ આ પ્રકરણમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા સુરતની એક મહિલાનું આંતકી સંગઠન સાથેનું કનેકશન પણ ખુલ્યું હતુ. જેના પગલે ગુજરાત ATSની એક ટીમ સુરતના સૈયદપુરા વિસ્તારમાં પહોંચી હતી અને એ મહિલા આરોપી સુમેરા બાનુની ધરપકડ કરી હતી. આ મહિલાની પોલીસે તપાસ કરતા ખુલ્યું છે કે તેને હેન્ડલરો પાસેથી આદેશ મળતા તે આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતી. આ ઉપરાંત સુમૈરા બાનુએ કમલમ અને RSS કાર્યાલયની પણ રેકી કરી હતી. ત્યારબાદ હુમલો કરી પોરબંદરથી બોટમાં આફઘાનિસ્તાન થઈ ઇરાન જવાની હતી.

આ પણ વાંચો : ગુજરાત ATSએ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા 4ને દબોચ્યા, આરોપી ISKP સંગઠન સાથે ધરાવતા હતા કનેક્શન

- Advertisement -

ગુજરાત ATSના જણાવ્યા અનુસાર પકડાયેલા 5 આરોપીઓ ઈરાનના અબુ હમઝા નામના હેન્ડલર મારફતે કટ્ટર બન્યા હતા. તેમજ આરોપીઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રોવિઝન (ISKP) સાથે જોડાયેલા હતા. જેમાં સુમેરા બાનું પહેલાથી ISKP સંગઠનમાં જોડાયેલી હોવાની વિગતો સામે આવી છે. આતંકી હેન્ડલરોના આદેશો મુજબ સુમેરાબાનું કામ કરતી હતી. તેમને એક ઇશારે તે અત્માઘાતી હુમલાને અંજામ આપવા તૈયાર હતી. ગુજરાત ATSએ સુમેરા બાનુના ઘરે દરોડા પાડી તપાસ કરતા તેના ઘરમાંથી 4 મોબાઈલ ફોન ડિજિટલ ડિવાઈસ સહિત વોઈસ ઓફ ખુરાસાન નામનું મેગેઝીન પણ મળી આવ્યુ છે. ઉપરાંત સુમેરા બાનુ ગુજરાતથી જોડાયેલી માહિતીઓ વિદેશ મોકલતી હતી.

ઉપરાંત વિગતો મળી રહી છે કે આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સંકળાયેલી સુમેરા બાનુ સુરતમાં રહેતી હતી અને તેના શ્રીનગરમાં રહેતા ઝુબેર મુનશી નામના વ્યકિત સાથે સંપર્કમાં હતી. આ પાંચેય લોકો ઇસ્લામિક સ્ટેટના ખુરાસાન પ્રિવેન્શન સંગઠન સાથે પ્રભાવિત હતા. સુમેરા બાનુ અન્ય યુવતીઓના પણ સંપર્કમાં હતી અને લોકોને કટ્ટરપંથી ISKP સંગઠન સાથે જોડાવાના પ્રયાસો કરતી હતી. હાલ ATSએ સુમેરાબાનું સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ- કાશ્મીરની ATS ટીમે શ્રીનગરથી ઝુબેર મુનશી નામના ફરાર આરોપીની ધરપકડ કરી ગુજરાત ATSને સોંપ્યો છે. પાંચેય આરોપી હાલ ગુજરાત ATSના કબ્જામાં છે. તદઉપરાંત ATSને માહિતી મળી છે કે ઝુબૈર મુનશીએ ત્રણે આરોપીઓને ઇરાન જવા માટે પોરબંદર બોટની વ્યવસ્થા કરી આપી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular