નવજીવન નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ સાથે, તેમના સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરી છે કે પોતાને આઈસોલેટ રાખે અને ટેસ્ટ કરાવે.
દિલ્લીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા જ ઉતરાખંડના દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી.
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4099 લોકો પોઝિટિવ થયા હતા અને એકનું મોત થયું છે. જ્યારે 1509 લોકો સાજા થયા છે. દિલ્લીમાં 10986 એક્ટિવ કેસ છે
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












