Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખને લઈ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ હાઈકામાન્ડને આપી સલાહ,...

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખને લઈ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ હાઈકામાન્ડને આપી સલાહ, જાણો શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આગામી વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) યોજાવવાની છે, ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હાર તો મળી હતી. પરંતુ ગુજરાતમાં એક પણ બેઠક મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી ન હતી. જેથી હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ (Gujarat Congress) દ્વારા અત્યારથી જ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો થશે તેવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે અને નજીકના સમયમાં જ ગુજરાત પ્રદેશ પ્રમુખનું (Gujarat Congress President) પદ જગદીશ ઠાકોર (Jagdish Thakor) પાસેથી અન્ય કોઈ નેતાને આપી દેવામાં આવશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને નેતા ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Shaikh) એક ટ્વિટ કરીને આ ચર્ચાઓને વધુ જોર આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી આંતરિક વિવાદો ચાલી રહ્યા છે. જે હવે કોઇથી છુપાયેલું નથી. આ વિવાદોના કારણે જ કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને હવે કોંગ્રેસનું કેન્દ્રિય નેતૃત્વ પણ ખાસ ધ્યાન આપી રહ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસનાં નેતાઓના દિલ્હીના પ્રવાસો વધી ગયા છે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, નજીકના સમયમાં જ હવે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે.

- Advertisement -

આ ચર્ચાઓ વચ્ચે ગઇકાલે ગુજરાતનાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે. સી. વેણુગોપાલને ટેગ કરીને લખ્યું છે કે, હાઈકામાન્ડે પોતાની વિવેકબુદ્ધિ અને સર્વેના આધારે એવા અધ્યક્ષની નિમણૂક કરવી જોઈએ જે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોય અને જમીની સ્તર પર કાર્યકર્તાઓ સાથે રહીને લોકોની સમસ્યા માટે કામ કરતાં હોય.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular