નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં લૂંટના ઘણા કિસ્સાઓમાં બની રહ્યા છે. રસ્તામાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે થતી લૂંટ હોય કે પછી ઘરમાંથી લૂંટારાઓ બેફામ બની લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જો તમે ઘરમાં ઘરઘાટી રાખતો હોવ તો સતર્ક થઈ જજો કેમ કે રાજકોટમાં (Rajkot) ઘરઘાટી મહિલાએ જ મકાન માલિકના ઘરે લૂંટની (Loot) ઘટના અંજામ આપી હોવાની ઘટના સામે આવી છે. ઘરઘાટી કામ કરી રહી હતી, તે દરમિયાન ઘરમાં વૃદ્ધ મહિલા સિવાય કોઇ ન હતું. આ તકનો લાભ લઇ ઘરઘાટી મહિલાએ વૃદ્ધ મહિલાને બંધક બનાવી બાથરૂમ પુરી દીધા હતા. ત્યાર બાદ ઘરની તિજોરીમાંથી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની સહિત લાખોની લૂંટ ચલાવી ફરાર થઇ છે. જોકે સમ્રગ મામલાની જાણ વૃદ્ધ મહિલાએ યુનિવર્સિટી પોલીસને (Rajkot Police) કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ઘરઘાટી મહિલાને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટની ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમની સાથે રાજકોટ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોહિનુર એપાર્ટમેન્ટમાં આજરોજ બપોરે 3 વાગ્યાના અરસામાં લૂંટની ઘટના સામે આવી છે. ઘરે વૃદ્ધ મહિલા એકલી હતી, તે દરમિયાન ઘરે કામ કરવા આવેલી નેપાળી ઘરઘાટી મહિલાએ ઘરમાં વૃદ્ધ મહિલા સિવાય કોઈ હાજર ન હોવાથી આ તકનો લાભ લઇ અન્ય એક તેના સાગરિતાને બોલાવ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધ મહિલાને ઉંઘની ગોળી આપી હતી. જે બાદ વુદ્ઘા બેભાન થઈ ગયા હતા. તેમ છતાં વૃદ્ધ મહિલા જાગી જતા ઘરઘાટીએ વૃદ્ધ મહિલાને ઢોર માર મારી બાથરૂમ પૂરી દીધા હતા. તેમજ ઘરની તિજોરીનું લોક તોડી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. જોકે બૂમાબૂમ થતા આજુબાજુ લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાથરૂમ રહેલી વૃદ્ધ મહિલાને બહાર કાઢ્યા હતા.
જે બાદ વૃદ્ધ મહિલાએ સમ્રગ મામલે ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસના ઉચ્ચઅધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વૃદ્ધ મહિલાની ફરિયાદના અધારે લૂંટનો ગુનો નોંધી ફલેટના CCTV ફૂટેજની તપાસ હાથધરી હતી. લૂંટના બનાવની જાણ થતા રાજકોટ ક્રાઇમ બ્રાંચને થતા ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમ્રગ લૂંટનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








