નવજીવન ન્યૂઝ.વલસાડ: વલસાડના (Valsad) કપરાડા તાલુકાના ઘાણવેરી ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં એક પુત્રએ પોતાના આધેડ પિતાની ગળું દબાવી હત્યા નિપજાવી છે. હત્યા પાછળનું કારણ પૈસાની બાબત હોવાનું સામે આવ્યુ છે. જેમાં પુત્રએ પિતા પાસેથી પૈસા માગ્યા હતા, પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાનું ગળું દબાવી જમીન પર પાડી દીધા હતા. ત્યાર બાદ પિતાના છાતીના ભાગે લાતો મારી હતી. જેના કારણે પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી હતી. પિતાને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકની પત્નીએ કપરાડાં પોલીસ સ્ટેશન (Kaprada Police Station) ખાતે પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે હત્યાનો ગુનોં નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગત મુજબ, કપરાડાના ઘાણવેરી ગામમાં રહેતા ઢાકલ ચૌધરી જે કેરીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રવિવારે સાંજે 5 વાગ્યના અરસામાં તેઓ કેરી વેચી ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેમના પુત્ર રમેશે પિતા ઢાકલ ભાઈ પાસેથી ખાતર લાવવાનું છે, તેમ કહી પૈસાની માગણી કરી હતી. જોકે પિતાએ પોતે ખાતર લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પુત્ર રમેશે પૈસાની જરૂરિયાત છે, તેમ કહી ફરીવાર પૈસાની માગણી કરી હતી. ઢાકલભાઈએ પૈસા આપવાની ના પાડતા રમેશ એકદમ ઉશ્કેરાયો હતો અને આવેશમાં આવી પિતાને ગળું દબાવી જમની પાડી દીધા હતા. તેમજ છાતીના ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જેના કારણે રમેશ ભાગી ગયો હતો. લોકો ઇજાગ્રસ્ત ઢાકલભાઈને નજીક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
ઘટનાને પગલે મૃતકના પત્નીએ તેના પુત્ર વિરુદ્ધ કપરાડાં પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કપરાડાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. પતિની હત્યા અને પુત્રના જેલ જવાના કારણે મહિલાના પરિવારનો માળો વિખેરાયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








