Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadપર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના પર્યાવરણ અંગેના અભિગમને લઈને પાર્થિવરાજ કઠવાડિયાએ ચિંતા વ્યક્ત...

પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના પર્યાવરણ અંગેના અભિગમને લઈને પાર્થિવરાજ કઠવાડિયાએ ચિંતા વ્યક્ત કરી, જુઓ શું કહ્યું તેમણે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સમગ્ર વિશ્વમાં UN (United Nations) દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1973થી લઈને અત્યાર સુધી આટલા વર્ષોમાં દર વર્ષે 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેમ છતાં આપણે પર્યાવરણ માટે કેટલા સભાન છે એ પ્રશ્ન આજે પણ એટલો જ અગત્યનો છે. આપણે પોતાના ફાયદા માટે દિવસેને દિવસે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યા છે. વિકાસની આંધળી દોડમાં આપણે કુદરતી સંપદાનું જે નિકંદન કાઢ્યું છે તેના માટે પ્રત્યેક વ્યક્તિ જવાબદાર છે. આજે પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એક અખબારી યાદી જાહેર કરી હતી અને ગુજરાતનાં પર્યાવરણ અંગેના અભિગમની વાત કરી હતી.

પાર્થિવરાજસિંહ કઢવાડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, “5 જુને વિશ્વ પર્યાવરણ દિવસની સૌને શુભકામના પાઠવું છું. પણ ગુજરાતમાં પર્યાવરણ બચાવવા પ્રત્યે હજુ પણ લોકો પૂરતા પ્રમાણમાં સભાન નથી. વિકાસની આંધળી દોડમાં વૃક્ષોનું બેફામ નિકંદન નીકળી રહ્યું છે. સરકાર સુવિધા વધારવા વૃક્ષોને ઉખાડી તો દે છે, પરંતુ તેટલા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં નથી આવતા અને જો વાવવામાં આવે છે તો તેની પૂરતી કાળજી લેવામાં નથી આવતી. આપણે જે પર્યાવરણને નુકશાન પહોંચાડયું છે, તેના જ કારણે ગ્લોબલવોર્મિંગની સમસ્યાનો સામનો આપણે કરી રહ્યા છે અને આ અસહ્ય ગરમી લોકોને ભોગવવી પડી રહી છે.”

- Advertisement -

પાર્થિવરાજ કઠવાડિયાએ જંગલોમાં આગ લાગવાની જે ઘટનાઓ બની રહી છે તેની વાત કરતાં જણાવ્યું કે, “ગ્લોબલ ફોરેસ્ટ વોચ કે જે વિશ્વના જંગલો પર નજર રાખતી સંસ્થા છે, તેના આંકડા મુજબ ગુજરાતના જંગલોમાં છેલ્લા 20 વર્ષમાં આગ કે અન્ય બનાવોના લીધે 101 હેક્ટર વૃક્ષનું આવરણ ઘટ્યું છે. જેમાં નર્મદા અને ડાંગ જ્યાં સૌથી વધુ જંગલો છે, તે વિસ્તાર આવી ઘટનાથી વધુ પ્રભાવિત છે. 101 હેક્ટરમાં 9 હેક્ટર આગના કારણે, જ્યારે 91 હેક્ટર જનગલોને અન્ય કારણોસર નુકસાન પહોંચ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું છે કે “વીતેલા ત્રણ વર્ષની વાત કરીએ તો 1 જૂન 2020થી 29 મે 2023 વચ્ચે ગુજરાતના જંગલોમાં 15,968 ફાયર એલર્ટની ઘટના બની છે અને 23થી 30 મે વચ્ચે VIRS દ્વારા 489 ફાયર એલર્ટની ઘટના બની છે.” પાર્થિવરાજ કઠવાડિયાએ પર્યાવરણનું જતન કરવા માટે સરકાર કોઈ નક્કર પગલાં લે તેવી માગણી કરી છે. સાથે જ લોકોને પણ અપીલ કરી છે કે પર્યાવરણનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે, જે સરકારની સાથે આપણે પણ કરવું પડશે. આ ઉપરાંત છેલ્લા ચાર અઠવાડીયા દરમિયાન જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને મોરબીમાં જે ફાયર એલર્ટની ઘટનાઓ બની છે તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

ઈનપુટ: તોફિક ઘાંચી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular