Tuesday, April 7, 2026
HomeGujaratAhmedabadપ્રેમીએ મિત્રો સાથે મળી પ્રેમીકા સાથે કર્યું આવું, અમદાવાદના નારોલની ઘટના

પ્રેમીએ મિત્રો સાથે મળી પ્રેમીકા સાથે કર્યું આવું, અમદાવાદના નારોલની ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં મહિલા સબંધિત ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. અવારનવાર યુવકો યુવતીને પ્રેમનું નાટક કરી ભોળવી-ફોસલાવી તેમની સાથે શારીરિક સબંધ બાંધતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. ઉપરાંત આરોપીઓ યુવતીઓના અંગતપળોના ફોટાઓનો ઉપયોગ કરી મહિલાઓને બ્લેકમેલિંગ પણ કરતા હોય છે. આવું કરી આરોપી શારીરિક શોષણ કરી પૈસા પડાવતા હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરના નારોલમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. જ્યાં યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને અપહરણ કરી લઈ જઈ અલગ -અલગ સ્થળો પર શોષણ કર્યુ હતું. જે બાબતને લઈ યુવતીએ પોતાની માતાને સમ્રગ ઘટના જણાવતા માતાએ નારોલ પોલીસ સ્ટેશન ખાતે પ્રેમી સહિત તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતા છોટુરામ નામના શખ્સને તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે આંખ મળી હતી. જેમાં થોડા સમય બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. જે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. આરોપી છોટુરામ પ્રેમસબંધની આડમાં યુવતી સાથે મળવાના બહાને શારીરિક શોષણ ગુજારતો હતો. ત્યારબાદ એક દિવસ આરોપી છોટુરામે યુવતીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યા લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું. ઉપરાંત તેની સાથે તેના મિત્રોએ પણ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. પ્રેમમાં છેંતરપિડીનો અહેસાસ થતા યુવતી ભારે આઘાતમાં સરી પડી હતી. પણ આરોપીએ પ્રેમી જો તો આ વાત કોઈ કહીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હોય યુવતી ડરી ગઈ હતી.

- Advertisement -

થોડા દિવસ બાદ યુવતી ઘરે આવતા માતાએ પૂછપરછ કરી હતી. જેમાં યુવતીએ રડતાં-રડતાં તેની સાથે બનેલી સમ્રગ ઘટનાની જણાવી હતી. માતાએ આ ઘટના સંભાળતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નરાધમ સામે ફરિયાદ કરવા માતા દીકરીને લઈ નારોલ પોલીસ સ્ટેશન ગઈ હતી જ્યાં યુવતીએ સમ્રગ મામલે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં આરોપી છોટુરામ અને તેના મિત્ર મલિન ઠાકોર, રિન્કુ ગોહિલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અભિનંદન સુરેન્દ્રનગર પોલીસ! જામવાડીમાં ખનીજ માફિયાઓ પર મોટો દરોડો

Ahmedabad Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular